Home> Business
Advertisement
Prev
Next

Coconut Oil Business: નાળિયેર તેલનો બિઝનેસ છે બેસ્ટ, ઓછા રોકાણમાં કરી શકો છો લાખોની કમાણી

Coconut Oil Business: નાળિયેર તેલની માંગ સતત વધારે રહે છે જેના કારણે તેનો બિઝનેસ કરવો પણ નફાકારક સાબિત થાય છે. નાળિયેર તેલનો બિઝનેસ કોઈપણ જગ્યાએ શરૂ કરી શકાય છે તેના માટે કાચા માલમાં નાળિયેરની જરૂર પડે છે.

Coconut Oil Business: નાળિયેર તેલનો બિઝનેસ છે બેસ્ટ, ઓછા રોકાણમાં કરી શકો છો લાખોની કમાણી

Coconut Oil Business: જો તમે બિઝનેસ ક્ષેત્રે આગળ વધવા માંગો છો અને કોઈ નફા કારક બિઝનેસ આઈડિયા વિશે વિચારી રહ્યા છો તો આજે તમને એક જોરદાર બિઝનેસ વિશે જણાવીએ. આ બિઝનેસ એવી વસ્તુનો છે જેનો ઉપયોગ ઔષધીથી લઈને બ્યુટી પ્રોડક્ટ્સમાં કરવામાં આવે છે. એટલે કે તેની ડિમાન્ડ ખૂબ જ વધારે છે. આ બિઝનેસ છે નાળિયેર તેલનો. નાળિયેર તેલનો બિઝનેસ શરૂ કરીને તમે થોડા સમયમાં લાખો રૂપિયાની પ્રમાણે કરી શકો છો. 

fallbacks

નાળિયેર તેલ એવી વસ્તુ છે જે દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. નાળિયેર તેલમાં અનેક ગુણ હોય છે તેના કારણે અલગ અલગ પ્રકારના કામમાં તેનો ઉપયોગ થાય છે. નાળિયેર તેલની માંગ સતત વધારે રહે છે જેના કારણે તેનો બિઝનેસ કરવો પણ નફાકારક સાબિત થાય છે. 

આ પણ વાંચો:

ગૌતમ અદાણી બન્યા એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ, 1 દિવસમાં 52 લાખ ડોલર વધી સંપત્તિ

Mukesh Ambani ના ઘરે આવે છે આ ડેરીમાંથી દૂધ, અહીંની ગાયોને મળે છે વીઆઈપી ટ્રીટમેન્ટ

બાલાસોર દુર્ઘટનામાં માતાપિતા ગુમાવનાર બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવશે અદાણી ગૃપ

નાળિયેર તેલનો બિઝનેસ કોઈપણ જગ્યાએ શરૂ કરી શકાય છે તેના માટે કાચા માલમાં નાળિયેરની જરૂર પડે છે. નાળિયેરનું તેલ કાઢવા માટે વર્તમાન સમયમાં અલગ અલગ પ્રકારના મશીનો પણ સરળતાથી મળી રહે છે. આ સિવાય ફિલ્ટર મશીન અને એક સ્ટોરેજ ટેન્ક ની જરૂર પડશે. તમે તમારી સુવિધા અને સગવડતા અનુસાર એક સેટઅપ ઊભું કરી શકો છો અને ત્યાર પછી નાળિયેર તેલનો બિઝનેસ શરૂ કરીને માર્કેટમાં તેની સપ્લાય શરૂ કરી શકો છો. 

નાળિયેર તેલ કાઢવાની પ્રોસેસની વાત કરીએ તો નાળિયેરને વુડપ્રેશ મશીનમાં નાખીને તેને પીસવાના હોય છે. મશીનમાંથી તેલ અલગ પાડવામાં આવે છે. આ પ્રોસેસ દરમિયાન તેલ ગરમ હોય છે તેથી તેને ઠંડુ કરવા માટે ખુલ્લું રાખવામાં આવે છે. તેલ ઠંડુ થઈ જાય પછી ફિલ્ટર મશીનમાં તેને નાખીને સાફ કરવાનું હોય છે. ફિલ્ટર મશીનમાં તેલ સાફ થયા પછી તમે તેને કન્ટેનરમાં ભરીને માર્કેટમાં સપ્લાય કરી શકો છો. 

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે 15 થી 20 લાખનો ખર્ચ કરવો પડી શકે છે. નાળિયેરનું તેલ કાઢવાની મશીન પાંચથી સાત લાખ રૂપિયાની આવે છે. આ સિવાય અન્ય ખર્ચ થાય તેને મળીને કુલ 15 થી 20 લાખ રૂપિયામાં સેટઅપ ઊભું થઈ જાય છે. ત્યાર પછી તમે શુદ્ધ નારિયેળ તેલનું વેચાણ કરીને બિઝનેસમાં રોકેલી રકમને નફા તરીકે પરત મેળવી શકો છો. નાળિયેર તેલનો બિઝનેસ શરૂ કર્યા પછી વર્ષે ત્રણ લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More