Home> Business
Advertisement
Prev
Next

ઇકોનોમીને 4.5 લાખ કરોડની જરૂર, FICCIએ કહ્યું- સરકાર તત્કાલ રિલીઝ કરે 2.5 લાખ કરોડ રૂપિયા

નાણામંત્રી નિર્મલા સીતારમનને લખેલા એક પત્રમાં ફિક્કીના અધ્યક્ષ સંગીતા રેડ્ડીએ આ માગ કરી છે. તેમણે કહ્યું કે, મધ્યમગાળામાં કટકે કટકે આ રકમ આપી શકાય છે. આ સાથે તેમણે નાણામંત્રીને ઇનોવેશન, કંસ્ટ્રક્શન અને મેચ્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ માટે ગ્લોબલ સપ્લાઈ ચેનમાં આવેલી હાલના વિક્ષેપની વચ્ચે ઉભરતા અસવરોનો લાભ ઉઠાવવા માટે એક આત્મ-નિર્ભરતા કોષ બનાવવા પર ભાર મુક્યો છે. 

ઇકોનોમીને 4.5 લાખ કરોડની જરૂર, FICCIએ કહ્યું- સરકાર તત્કાલ રિલીઝ કરે 2.5 લાખ કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ કોરોના પ્રકોપ અને લૉકડાઉનને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેનાથી ઇકોનોમીને સંકટમાંથી બહાર કાઢવા માટે 4.5 લાખ કરોડ રૂપિયાના નાણાકીય સહયોગની જરૂર છે. ઇન્ડસ્ટ્રીઝ ચેમ્બર ફિક્કીએ આ અનુમાન રજૂ કરતા માગ કરી કે વિભિન્ન સરકારી ચુકવણી અને રિફંડમાં ફસાયેલા અઢી લાખ કરોડ રૂપિયા તત્કાલ રિલીઝ કરવામાં આવે. 

fallbacks

નાણામંત્રી નિર્મલા સીતારમનને લખેલા એક પત્રમાં ફિક્કીના અધ્યક્ષ સંગીતા રેડ્ડીએ આ માગ કરી છે. તેમણે કહ્યું કે, મધ્યમગાળામાં કટકે કટકે આ રકમ આપી શકાય છે. આ સાથે તેમણે નાણામંત્રીને ઇનોવેશન, કંસ્ટ્રક્શન અને મેચ્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ માટે ગ્લોબલ સપ્લાઈ ચેનમાં આવેલી હાલના વિક્ષેપની વચ્ચે ઉભરતા અસવરોનો લાભ ઉઠાવવા માટે એક આત્મ-નિર્ભરતા કોષ બનાવવા પર ભાર મુક્યો છે. 

શું કહ્યું ફિક્કી પ્રમુખે
રેડ્ડીએ હાલની સ્થિતિમાં સરકાર પાસે તત્કાલ સહાયતા આપવાની જરૂરીયાત પર ભાર મુક્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે તેમણે કહ્યું કે, બધાની સામે સૌથી મોટી સમસ્યા રોકડની છે અને તેના તત્કાલ નિદાન માટે સૌથી પહેલા સરકાર દ્વારા આપવામાં આવતી વિભિન્ન ચુકવણી અને રિફંડમાં ફસાયેલી 2.5 લાખ કરોડ રૂપિયાની રકમ તત્કાલ જારી કરવાની જરૂર છે. 

હવે જો લૉકડાઉન વધારવામાં આવ્યુ તો અર્થવ્યવસ્થા માટે ઘાતક સાબિત થશેઃ આનંદ મહિન્દ્રા

તેમણે કહ્યું, આ રકમ માટે બજેટમાં પહેલા જોગવાઈ કરવામાં આવી હશે. વંચિત વર્ગ માટે વધારાના નાણાકીય સમર્થનની પણ જરૂરીયાત છે. આ સમર્થન ગરીબ કલ્યાણ યોજના હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી સહાયતાથી અલગ હોવું જોઈએ. તેમણે કહ્યું કે, સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ (એમએસએમઈ) એકમોને ફરીથી પાટા પર લાવવા માટે રાજકોષીય સમર્થનની જરૂરીયાત છે. આ સિવાય હાલની સ્થિતિનો સામનો કરવા માટે સ્વાસ્થ્ય ક્ષેત્રના પાયાને મજબૂત બનાવવા માટે પણ ફંડની જરૂર છે. 

ઇકોનોમીને ભારે નુકસાન
ઉલ્લેખનીય છે કે દેશમાં 25 માર્ચથી લૉકડાઉન લાગૂ છે અને હવે તેનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કામાં તો વેપાર ઉદ્યોગ બંધ રહ્યાં હતા. તેના લીધે ઇન્ડસ્ટ્રીઝને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More