નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતામરને ગુરૂવારે આર્થિક પેકેજના બીજા ભાગની જાણકારી આપી હતી. આ દરમિયાન તેમણે પ્રવાસી મજૂર, કિસાન રેકડીઓમાં કામ કરતા કામદારો માટે 9 મોટી જાહેરાત કરી હતી.
આ દરમિયાન તેમણે જણાવ્યું કે, દેશભરમાં વન નેશન વન રાશન કાર્ડ યોજનાને લાગૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમને જણાવ્યું કે, 23 રાજ્યોમાં 67 કરોડ લાભાર્થીઓને ઓગસ્ટ 2020 સુધી રાષ્ટ્રી પોર્ટેબિલિટી દ્વારા આ યોજનાની હેઠળ સામેલ કરી લેવામાં આવશે. તો માર્ચ 2021 સુધી તેને દેશભરમાં લાગૂ કરી દેવામાં આવશે. પહેલા તેને 1 જૂન 2020 સુધી દેશભરમાં લાગૂ કરવાની વાત કરવામાં આવી રહી હતી.
શું છે યોજના
હકીકતમાં આ યોજના મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP)ની જેમ છે. મોબાઇલ પોર્ટમાં તમારો મોબાઇલ નંબર બદલતો નથી અને તમે દેશભરમાં એક નંબરથી વાત કરો છો. આ રીતે રાશન કાર્ડ પોર્ટેબિલિટીમાં તમારૂ રાશન કાર્ડ બદલશે નહીં. જો સરળ ભાષામાં સમજો તો એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પર તમે તમારા રાશન કાર્ડનો ઉપયોગ કરી શકેો છે. આ કાર્ડથી બીજા રાજ્યોમાં પણ સરકારી રાશન ખરીદી શકશો.
ઉદાહરણથી સમજો
માનો કે નિલેશભાઈ ગુજરાતના નિવાસી છે અને તેમનું રાશન કાર્ડ પણ ગુજરાતનું છે. તેઓ આ કાર્ડ દ્વારા બિહાર કે દિલ્હીમાં પણ યોગ્ય ભાવ પર સરકારી રાશન ખરીદી શકશે. સરકારનું કહેવું છે કે તેનાથી ભ્રષ્ટાચાર અને નકલી રાશન કાર્ડમાં લગામ લાગશે. તેનો મતલબ છે કે કોઈપણ પ્રકારની મર્યાદા કે નિયમોનું બંધન રહેશે નહીં. તે દેશના કોઈપણ રાજ્યમાંથી રાશન ખરીદી શકે છે. મહત્વની વાત છે કે તેના માટે કોઈ નવા રાશન કાર્ડની જરૂર પડશે નહીં. તમારૂ જૂનુ રાશન કાર્ડ તેના માટે માન્ય રહેશે.
રાહત પેકેજના બીજા ભાગમાં કોને શું મળ્યું, જાણો નાણામંત્રીની મોટી જાહેરાત
ક્યા રાજ્યોમાં છે લાગૂ?
મહત્વનું છે કે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 17 રાજ્યોએ રાશન કાર્ડ પોર્ટેબિલિટીને લાગૂ કરી દીધી છે. તેના લાગૂ કરનારમાં આંધ્ર પ્રદેશ તેલંગણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરલ, મધ્ય પ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરા જેવા રાજ્યો સામેલ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે