Home> Business
Advertisement
Prev
Next

Diesel Petrol Price Rise: કેમ મોંઘુ થઈ રહ્યું છે પેટ્રોલ-ડીઝલ, ક્યારે ઘટશે ભાવ, જાણો શું બોલ્યા ધર્મેન્દ્ર પ્રધાન

Diesel Petrol Price Rise: પેટ્રોલિયમ પદાર્થોના ભાવ વધવાની પાછળ મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 70 ડોલર પ્રતિ બેલર પર પહોંચી જવું છે. 

Diesel Petrol Price Rise: કેમ મોંઘુ થઈ રહ્યું છે પેટ્રોલ-ડીઝલ, ક્યારે ઘટશે ભાવ, જાણો શું બોલ્યા ધર્મેન્દ્ર પ્રધાન

અમદાવાદઃ Diesel Petrol Price Rise: કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન  (Dharmendra Pradhan) એ સોમવારે દેશમાં પેટ્રોલ, ડીઝલના ભાવ (Diesel Petrol Price) માં થઈ રહેલા વધારા માટે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં આવેલી તેજીને જવાબદાર ઠેરવી છે. પ્રધાને સ્વીકાર્યુ કે હાલના દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, પેટ્રોલ, ડીઝલને માલ તથા સેવા કર  (GST) હેઠળ લાવવા માટે કોઈપણ નિર્ણય જીએસટી પરિષદને લેવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવાને કારણે ભાવમાં ઘટાડો થઈ શકે છે. 

fallbacks

તેમણે કહ્યું- પેટ્રોલિયમ પદાર્થોના ભાવ વધવાની પાછળ મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 70 ડોલર પ્રતિ બેલર પર પહોંચી જવું છે. તેનાથી ઘરેલૂ બજારમાં પણ ભાવ વધી ગયા, જેની ઉપભોક્તાઓ પર નકારાત્મક અસર પડી છે. ભારત પોતાની કુલ જરૂરીયાતનું 80 ટકા તેલ આયાત કરે છે.

આ પણ વાંચોઃ 500 રૂપિયાની જૂની નોટ હોય તો તમે બની શકો છો માલામાલ, જાણો શું છે શરત

પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવો
પેટ્રોલિયમ મંત્રી પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારાને લઈને સંવાદતાતાઓના પશ્નોનો જવાબ આપી રહ્યા હતા. જનતાને ઈંધણના વધતા ભાવથી રાહત આપવા માટે પેટ્રોલ, ડીઝલને જીએસટી વ્યવસ્થાની અંદર લાવવાને લઈને પૂછવા પર પ્રધાને કહ્યુ કે, તે આ વિચારથી સહમત છે. 

તેમણે કહ્યું- પેટ્રોલ, ડીઝલના ભાવ વૈશ્વિક બજારોના અનુરૂપ ચાલે છે. આ ક્ષેત્ર પ્રભાવી હોવાને નાતે મારૂ માનવું છે કે ઈંધણને જીએસટી હેઠળ લાવવું જોઈએ પરંતુ આ કામ ત્યારે થઈ શકશે જ્યારે જીએસટી પરિષદના સભ્યો વચ્ચે તેને લઈને સહમતિ બનશે. આ વિશે કોઈપણ નિર્ણય સામૂહિક રીતે જીએસટી પરિષદ લઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More