Home> Business
Advertisement
Prev
Next

તમારૂ જે બેન્કમાં એકાઉન્ટ હોય અને તે ડૂબી જાય તો તમને કેટલા પૈસા પરત મળશે, જાણો શું છે નિયમ

ડિપોઝિટ ઈન્શોયન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)બેન્કના દેવાળું ફૂંકવા પર 5 લાખની રકમ આપે છે. પરંતુ જો તમે એક બેન્કની અલગ-અલગ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલાવ્યું છે તો તમને કેટલી રકમ મળશે? જાણો...
 

તમારૂ જે બેન્કમાં એકાઉન્ટ હોય અને તે ડૂબી જાય તો તમને કેટલા પૈસા પરત મળશે, જાણો શું છે નિયમ

નવી દિલ્હીઃ આજના સમયમાં લગભગ કોઈ વ્યક્તિ એવી હશે જેનું બેન્ક એકાઉન્ટ નહીં હોય. ખાસ કરીને પીએમ જનધન ખાતા યોજના શરૂ થયા બાદ દેશમાં કરોડો બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. તેનાથી બેન્કોની પાસે ગ્રાહકોની જમા રકમ ખુબ વધી ગઈ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે જો બેન્ક ડૂબી જાય કે દેવાળું ફુંકે તો તમને કેટલા પૈસા મળશે કે તમારા પૈસા ડૂબી જશે?

fallbacks

હકીકતમાં આવી સ્થિતિનો સામનો કરવા માટે બેન્ક ગ્રાહકોની જમા રકમ પર ઈન્શ્યોરન્સ કવર આપે છે, જે 5 લાખ રૂપિયાનો હોય છે. આ રકમ પહેલા 1 લાખ રૂપિયા હતી. આ કવર ડિપોઝિટ ઈન્શોયન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC)હેઠળ આપવામાં આવે છે, જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની માલિકીવાળી કંપની છે. બેન્કના ડૂબવા પર મળનાર પૈસાને લઈને લોકોના મનમાં ઘણા સવાલ છે. બેન્ક તો એક એકાઉન્ટ પર પાંચ લાખ રૂપિયા આપે છે, પરંતુ જો એક બેન્કની અલગ-અલગ બ્રાન્ચમાં ખાતું છે ત્યારે કેટલા પૈસા મળશે? અહીં જાણો કેટલાક સવાલોનો જવાબ.

કઈ બેન્કોમાં લાગૂ થશે યોજના
આ યોજના હેઠળ ભારતની બધી કોમર્શિયલ બેન્કો (વિદેશી બેન્ક, ગ્રામીણ બેન્ક, સહકારી બેન્ક) ને સામેલ કરવામાં આવી છે. એટલે તેમાં 5 લાખ રૂપિયાની ઈન્શ્યોરન્સ ગેરંટી મળે છે. પરંતુ સહકારી સમિતિઓ તેમાંથી બહાર છે. પરંતુ DICGC હેઠળ મળનાર ઈન્શ્યોરન્સ પર વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા મળશે, જેમાં મૂળધન અને વ્યાજ બધુ સામેલ હશે.

આ પણ વાંચોઃ 1 મહિનામાં રિટર્નનો વરસાદ કરશે આ Defence PSU Stock,જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ

ઘણી બ્રાન્ચોમાં ખાતું અને બેન્ક ડૂબી જાય તો..
જો તમે તમારા નામથી એક બેન્કની ઘણી બ્રાન્ચોમાં ખાતા ખોલાવ્યા છે તો તેવામાં બધા ખાતાને એક માનવામાં આવશે. તો બધી રકમનો ટોટલ કરવામાં આવશે અને આ રકમ મળીને 5 લાખથી ઓછી છે તો જેટલા જમા છે એટલી રકમ મળશે. જો પાંચ લાખ રૂપિયાથી વધુ જમા હોય તો માત્ર 5 લાખ રૂપિયા જ મળશે. પછી તમારી જમા રકમ ગમે એટલી કેમ ન હોય.

FD અને અન્ય સ્કીમમાં શું છે નિયમ
જો તમે બેન્કમાં એફડી કરાવી છે અને સેવિંગ્સ એકાઉન્ટ કે રેકરિંગ એકાઉન્ટ કે કોઈ અન્યમાં પૈસા લગાવ્યા છે, તો બધી રકમને જોડીને વધુમાં વધુ 5 લાખ રૂપિયા આપવામાં આવશે. જો બધી રકમનો ટોટલ કર્યા બાદ પાંચ લાખ રૂપિયાથી ઓછા હોય તો તમારી જમા રકમ મળી જશે. જો તમારી જમા રકમ પાંચ લાખથી વધુ હોય તો તમારે નુકસાન ઉઠાવવું પડશે.

2 બેન્ક ખાતા અને બંને ડૂબી જાય તો?
આવી સ્થિતિ ક્યારેય ન આવે, પરંતુ તમારી જાણકારી માટે તમારે જાણવું જરૂરી છે. જો તમે બે અલગ-અલગ બેન્કોમાં ખાતા ખોલાવી રાખ્યા છે અને બંને બેન્ક ડૂબી જાય તો આવી સ્થિતિમાં તમને બંને બેન્કમાંથી 5-5 લાખ રૂપિયાની રકમ મળી શકે છે. ધ્યાનમાં રહે કે ઈન્શ્યોરન્સ માત્ર પાંચ લાખ સુધીનો છે. જો જમા રકમ પાંચ લાખથી ઓછી હોય તો માત્ર તે મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More