Home> Business
Advertisement
Prev
Next

Budget 2021: આ બજેટમાં સામેલ થઈ શકે છે આ ખાસ મુદ્દાઓ, Digital Education બનશે ભારતનું ભવિષ્ય

કોરોના મહામારીએ શિક્ષણ પદ્ધતિમાં ધરમુળ ફેરફાર લાવી દીધા છે. અને સામાન્ય વિદ્યાર્થીઓને પણ યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે કેન્દ્રીય બજેટમાં તેને સમાવેશ થવો જોઈએ. શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને શિક્ષણ ક્ષેત્રની મદદથી દેશનો વિકાસ થાય તે માટે કેન્દ્રીય બજેટમાં શિક્ષણ ક્ષેત્રેને પ્રાધાન્ય મળી શકે છે.

Budget 2021: આ બજેટમાં સામેલ થઈ શકે છે આ ખાસ મુદ્દાઓ, Digital Education બનશે ભારતનું ભવિષ્ય

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના મહામારીને કારણે જે ક્ષેત્રમાં સૌથી વધુ પરિવર્તન થયું છે તેમાંથી એક છે શિક્ષણ ક્ષેત્ર. પરંપરાગત શિક્ષણ હવે ડિજિટલ લર્નિંગમાં બદલાઈ ગયું છે. ઓફલાઈન ભણતરથી ડિજિટલ લર્નિંગ થતા કેટલાક એડટેક(એજ્યુકેશન ટેક્નોલોજી) સ્ટાર્ટ-અપ્સના વિકાસમાં મદદ મળી છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટેની ફાળવણીમાં ગત વર્ષની તુલનામાં 7થી 8 ટકાનો વધારો કરવો જોઇએ અને તેવી ઉમ્મીદ પણ રાખવામાં આવી રહી છે.

fallbacks

fallbacks

ડિજિટલ શિક્ષણ (Digital Education
ગયા વર્ષે કોરોના મહામારીને કારણે શાળાઓ, કોલેજો અને ટ્યુશન ક્લાસિસને સંપુર્ણરીતે બંધ કરી દેવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે ડિજિટલ (Digital) માધ્યમમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જોકે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણની પદ્ધતિઓ અપનાવી લીધી. જેથી શિક્ષણ ટેક્નોલોજી માટે નવા રસ્તાઓ પણ ખુલ્યા. નેસ્કોમ અનુસાર, 2022 સુધીમાં ભારતની એડટેક સ્પેસ 350 મિલિયન થઈ જશે.

HBD Wikipedia: કેવી રીતે થયો ડિજિટલ દુનિયાના જાદૂઈ જીન કહેવાતા સૌથી મોટા વિશ્વકોશ વિકિપીડિયાનો જન્મ

ટેક્સમાં ઘટાડો
એડટેક સેક્ટર પર હાલના સમયે 18 ટકા ટેક્સ લગાડવામાં આવે છે. જે કેન્દ્રીય બજેટમાં ઓછું કરવામાં આવે તેવી શક્યતા છે. જેને કારણે ગુણવત્તાયુક્ત ડિજિટલ શિક્ષણ (Digital Education) એ સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ વિકલ્પ બની રહેશે. તાજેતરનાં સમયમાં, એડટેક ક્ષેત્રે કોરોના કાળ દરમિયાન સૌથી વધુ ફંડિગ જોવા મળ્યું છે. ઓછા કરવેરાથી એડટેક ક્ષેત્રનું વિસ્તરણ અને શિક્ષણ (Education) પ્રણાલીમાં ક્રાંતિ લાવવામાં મદદ મળી શકે છે.

Budget 2021: આ વખતે Print નહી થાય બજેટ, એપ પર મળશે સંપૂર્ણ જાણકારી

શિક્ષણ બજેટને પ્રાથમિકતા
શિક્ષણ સંસ્થાઓએ ઓનલાઇન શિક્ષણ (Education) પ્રણાલીને વધુ સારી રીતે આવકારી લીધું છે. તેમ છતાં, શિક્ષણ ક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓ છે જેનું સામાધાન કરવું જરૂરી છે. ખાનગી કંપનીઓ અને સરકારના અનેક પ્રયત્નો છતાં આપણી પાસે બધા વિદ્યાર્થીઓને એકસમાન શિક્ષણ મળે તેવા ઉપાયની કમી છે. કારણ કે સમાજમાં સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ઇ-લર્નિંગ હજી પણ એક પડકાર છે. કેન્દ્રીય બજેટ 2021માં શિક્ષણ ક્ષેત્રને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ, જેથી કોવિડ -19ની અસરોને ઘટાડી શકાય અને શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરી શકાય.

સામાન્ય જરૂરિયાતથી વંચિત વિદ્યાર્થીઓને વધુ શિક્ષણ સાધનો અને ડિજિટલ (Digital) લર્નિંગ પદ્ધતિઓ સાથે અનુકૂળ થવાની તકો આપવામાં આવી શકે છે. આવા વિદ્યાર્થીઓ માટે મજબૂત પ્લેટફોર્મ વિકસિત થવું જ જોઈએ. વધુમાં, 21મી સદીના બાળકોમાં સર્જનાત્મકતા અને વિચારસરણી વધુ સારી રીતે વિકસે તે માટે બાળકોને ડિજિટલ શિક્ષણ  (Digital Education) આપવું જરૂરી છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય બજેટ 2021માં શિક્ષણ (Education) ક્ષેત્રને વધુ મહત્વ આપવાની જરૂર છે. 

Budget 2021: આ બજેટમાં રેલવે કર્મચારીઓ રાખી રહ્યાં છે આવી આશા-અપેક્ષાઓ

શિક્ષણ સ્ટાર્ટ-અપ (Startups)
MSME ઘણા બધા રોજગાર પૂરા પાડે છે અને વિદેશી રોકાણકારોને પણ આકર્ષિત કરે છે. ભારતીય અર્થવ્યવસ્થામાં MSMEનું મહત્વ ખુબ વધારે છે. GDPમાં પણ તેનું મહત્વનું યોગદાન છે. MSME મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં લગભગ 63 મિલિયન સ્ટાર્ટ અપ્સ છે જેમાંથી લગભગ 1.2 કરોડ લોકો રોજગાર મેળવે છે અને નિકાસમાં 45 ટકા ફાળો આપે છે. કેન્દ્રીય બજેટ 2021માં MSME ક્ષેત્ર માટે ટેક્સની યોજનામાં સુધારો કરવો જોઇએ અને ટેક્સ ઘટાડવો જોઈએ. આમ કરવાથી MSME અને સ્ટાર્ટ-અપ્સને વિકસિત કરવાના વધુ અવસર મળશે. MSME માટે લોન મંજૂરીની પ્રકિયાને સરળ બનાવવી જોઈએ. ગયા વર્ષે એડટેક ડોમેનમાં રેકોર્ડ-બ્રેકિંગ ફંડિંગ જોવા મળી હતી. આ ક્ષેત્રને MSME માટે લાભકારી યોજનામાં સામેલ કરવી જોઈએ. જેથી સ્ટાર્ટ-અપ્સ અને ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે વધુ સારી ઇકો સિસ્ટમ મળશે.

વાંચો બજેટના અન્ય સમાચાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More