નવી દિલ્હી: જો તમે એક કરતા વધુ બેંક ખાતા (Bank Account) ધરાવતા હોવ તો સાવધાન રહેજો. એક કરતા વધુ ખાતા હોય અને તેમા પણ તે નિષ્ક્રિય હોય તો તેને તરત જ બંધ કરાવી દેજો. નહીં તો આવનારા સમયમાં તમને મોટું નુકસાન થઈ શકે છે. એક કરતા વધુ બેંક ખાતા તમને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે તે આપણે અહીં જોઈએ.
1. સેલરીમાંથી સેવિંગ્સમાં કન્વર્ટ થઈ જાય છે
કોઈ પણ સેલેરી એકાઉન્ટ 3 મહિના સુધીમાં જો સેલરી ક્રેડિટ ન થાય તો સેવિંગમાં કન્વર્ટ થઈ જાય છે. સેવિંગ એકાઉન્ટમાં ફેરવાઈ જતા જ ખાતા માટેના બેંકના નિયમ બદલાઈ જાય છે. પછી બેંક તે સેવિંગ એકાઉન્ટ તરીકે જ ટ્રીટ કરે છે. બેંકના નિયમ મુજબ સેવિંગ એકાઉન્ટમાં મીનીમમ અમાન્ટ મેન્ટેઈન કરવાની હોય છે. જો તમે તે અમાઉન્ટ મેન્ટેઈન ન કરો તો તમારે દંડ ભરવો પડી શકે છે. તમારા ખાતામાં જમા રકમમાંથી આ પૈસા બેંક કાપી શકે છે.
LICના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, આ યોજના સાથે Aadhaar લિંક કરાવવું જરૂરી
2. સારું વ્યાજ નહીં મળે
એક કરતા વધુ બેંકોમાં એકાઉન્ટ હોવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. તમારે દરેક એકાઉન્ટને મેન્ટેઈન કરવા માટે તેમાં એક ફિક્સ અમાઉન્ટ રાખવાની હોય છે. એટલે કે એક કરતા વધુ એકાઉન્ટ હોવાથી તમારી મોટી અમાઉન્ટ તો બેંકોમાં જ ફસાઈ જશે. આ રકમ પર તમને વધુમાં વધુ 4થી 5 ટકા વાર્ષિક વ્યાજ મળે. જો સેવિંગ એકાઉન્ટમાં રાખવાની જગ્યાએ આ પૈસા બીજી યોજનાઓમાં લગાવો તો તમને વાર્ષિક રિટર્ન તરીકે વધુ વ્યાજ મળી શકે છે.
જુઓ LIVE TV
3. ક્રેડિટ સ્કોર ખરાબ થાય
એક કરતા વધુ નિષ્ક્રિય ખાતા હોવાના કારણે તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે. તમારા ખાતામાં ન્યૂનતમ બેલેન્સ મેન્ટેઈન ન થવાના કારણે ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે. આથી નિષ્ક્રિય ખાતાઓને ક્યારેય હળવાશમાં ન લો. નોકરી છોડો કે તરત ખાતું બંધ કરાવી દો.
4. ઈન્કમ ટેક્સ ફાઈલ કરવામાં મુશ્કેલી
વધુ બેંકોમાં એકાઉન્ટ હોવાથી ટેક્સ જમા કરતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દસ્તાવેજી કાર્યવાહીમાં પણ વધુ માથાપચ્ચી કરવી પડે છે. આ સાથે ઈન્કમ ટેક્સ ફાઈલ કરતી વખતે તમામ બેંક ખાતા સંબંધિત જાણકારીઓ પણ રાખવી પડે છે. આ બધા ખાતાઓનો સ્ટેટમેન્ટ રેકોર્ડ ભેગો કરવો એ પેચીદી કામગીરી બની રહે છે.
5. લાગે છે વધુ ચાર્જીસ
અનેક એકાઉન્ટ હોવાના કારણે તમારે વાર્ષિક મેન્ટેઈન્સ ફી અને સર્વિસ ચાર્જ આપવાનો રહે છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપરાંત અન્ય બેંકિંગ સુવિધાઓ માટે પણ બેંક તમારી પાસેથી ચાર્જ લે છે. તો અહીં પણ તમારે પૈસાનું નુકસાન સહન કરવું પડે છે.
6. સુરક્ષા કારણોસર પણ યોગ્ય નથી
અનેક બેંકોમાં ખાતું હોવું એ સુરક્ષા કારણોસર પણ યોગ્ય નથી. દરેક એકાઉન્ટનું સંચાલન નેટ દ્વારા કરે છે. આવામાં બધાના પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ થઈ પડે છે. નિષ્ક્રિય એકાઉન્ટનો ઉપયોગ ન કરવાથી તેની સાથે ફ્રોડ કે દગાબાજી થવાના ચાન્સ વધુ રહે છે. કારણ કે તમે લાંબા સમય સુધી તેના પાસવર્ડ બદલતા નથી. તેનાથી બચવા માટે એકાઉન્ટને બંધ કરાવી દો અને તેના નેટ બેંકિંગને ડિલિટ કરાવી દો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે