Home> Business
Advertisement
Prev
Next

શું તમારી પાસે છે 10 પૈસાનો આ દુર્લભ સિક્કો, તો એક ઝટકામાં મળી જશે હજારો રૂપિયા, જાણો પ્રક્રિયા

Old Coins In India: ઘણા લોકોને જૂના સિક્કાઓ એકઠા કરવાનો શોખ હોય છે. પરંતુ હવે આ જૂના સિક્કા તમને માલામાલ બનાવી શકે છે. જો તમારી પાસે એક 10 પૈસાનો જૂનો સિક્કો હોય તો તમે ઓનલાઈન તેને વેચી કમાણી કરી શકો છો. 

 શું તમારી પાસે છે 10 પૈસાનો આ દુર્લભ સિક્કો, તો એક ઝટકામાં મળી જશે હજારો રૂપિયા, જાણો પ્રક્રિયા

Special 10 Paisa Coin: જૂના સિક્કાઓ ભેગા કરનાર લોકો આજકાલ પોતાના જૂના સિક્કાથી મોટી કમાણી કરી રહ્યાં છે. તેથી જો તમારી પાસે આવા દુર્લભ સિક્કા છે તો તમે તેને ઓનલાઈન વેચી હજારો રૂપિયાની કમાણી કરી શકો છો. આવા એક મામલામાં તમે હજારો રૂપિયા કમાવા માટે 1957થી 1963 વચ્ચે જારી જૂના 10 પૈસાના સિક્કા વેચી શકો છો. 10 પૈસાના સિક્કા ભારત ગણરાજ્યમાં જારી થનારા પહેલા સિક્કા હતા. 1957માં ભારતે દશાંશ પદ્ધતિ દાખલ કરી. તેથી, કેટલાક 10 પૈસાના સિક્કાઓ પર દશાંશ ચિહ્ન હતા. જો કે, 1963 પછી સરકારે આ સિસ્ટમને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો અને સિક્કાઓ પર માત્ર પૈસા લખવામાં આવ્યા હતા.

fallbacks

તમારી પાસે છે આવા સિક્કા
તદુપરાંત, અમે જે 10 પૈસાના સિક્કા વિશે વાત કરી રહ્યા છીએ તે કોપર-નિકલ ધાતુના બનેલા હતા, જે તેને તે સમયે બહાર પાડવામાં આવેલા અન્ય સિક્કાઓથી વિશેષ બનાવે છે. સિક્કાનું વજન અંદાજે 5 ગ્રામ છે અને તેનો વ્યાસ 23 મીમી છે. સરકારે તેની ત્રણ સુવિધાઓ - બોમ્બે, કલકત્તા અને હૈદરાબાદમાં ખાસ 10 પૈસાના સિક્કા બનાવ્યા હતા. સિક્કાની એક તરફ અશોક સ્તંભ કોતરાયેલો છે, જ્યારે બીજી બાજુ તમે દેવનાગરી લિપિમાં 'રૂપિયાનો દસમો ભાગ' લખેલા 10 નવા પૈસા જોઈ શકો છો. સિક્કાની નીચેની બાજુએ ટંકશાળનું વર્ષ ચિહ્નિત થયેલ છે.

આ પણ વાંચોઃ Salary Overdraft: મુશ્કેલ સમયમાં નોકરીયાતને મદદરૂપ થઈ શકે છે આ ઓપ્શન, જાણો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જો તમારી પાસે સ્પેશિયલ સિક્કા છે તો તમે તેને આશરે 1000 રૂપિયામાં ઓનલાઈન વેચી શકો છો. કથિત રીતે સિક્કા ઓનલાઈન ક્વાસીફાઇડ પ્લેટફોર્મ અને અન્ય વેબસાઇટો પર યોગ્ય કિંમત પર વેચાઈ રહ્યાં છે, જે ખરીદનારા અને વેચનારાને જોડી આપે છે. તમારે એક નવું એકાઉન્ટ બનાવવું પડશે કે પોર્ટલમાં લોગ ઇન કરવું પડશે. ત્યારબાદ તમારે કિંમત સાથે તમારા સિક્કાના ફોટા લિસ્ટિંગ કરવા પડશે. ત્યારબાદ જેને ખરીદવો હશે તે તમારો સંપર્ક કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More