Home> Business
Advertisement
Prev
Next

ભારતનું એકમાત્ર રાજ્ય...જ્યાં કરોડપતિઓ પણ નથી ભરતા 1 રૂપિયો ટેક્સ, કમાણી બધી ખિસ્સામાં, રહે ઠાઠમાઠથી

Tax Free State: શું તમને ખબર છે કે ભારતમાં એક રાજ્ય એવું છે જ્યાં કરોડપતિ લોકો હોય તો પણ તેઓ એક રૂપિયો આવકવેરો ભરતા નથી. જાણો આ રાજ્ય કયું છે અને શાં માટે આ છૂટ મળેલી છે. 

ભારતનું એકમાત્ર રાજ્ય...જ્યાં કરોડપતિઓ પણ નથી ભરતા 1 રૂપિયો ટેક્સ, કમાણી બધી ખિસ્સામાં, રહે ઠાઠમાઠથી

Tax Free State in India: 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આવામાં દરેક જણ ટેક્સ પ્લાનિંગ કરે છે. પરંતુ ભારતમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં લોકોને આવી ટેક્સની કોઈ ચિંતા હોતી નથી. તેનું કારણ એ છે કે આ રાજ્યના લોકોને ટેક્સના નિયમમાંથી મુક્ત રખાયા છે. આ રાજ્ય ભારતનું એકમાત્ર ટેક્સ ફ્રી રાજ્ય છે. અહીં લોકો કરોડોની કમાણી કરે તો પણ આવકવેરા વિભાગ તેમની પાસેથી ટેક્સના નામે 1 રૂપિયો પણ વસૂલી શકતું નથી. અહીંના લોકો ઠાઠથી પોતાની કમાણી બચાવે છે. જાણો તેની પાછળનું કારણ

fallbacks

ભારતનું એકમાત્ર ટેક્સ ફ્રી રાજ્ય
ભારતના તમામ રાજ્યોમાં સિક્કિમ Tax Free State તરીકે જાણીતું છે. આ દેશનું એક માત્ર એવું રાજ્ય છે જ્યાં રહેનારા લોકોને ટેક્સેશનના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. 

છૂટનું કારણ
સિક્કિમના મૂળ રહીશોને આવકવેરા અધિનિયમ 1961ની કલમ 10 (26AAA) હેઠળ આવકવેરામાંથી છૂટ મળેલી છે. આવકવેરા મામલે સિક્કિમના લોકોને આટલી મોટી રાહત કેમ અપાઈ છે એવો પ્રશ્ન કદાચ તમને થતો હશે. અત્રે જણાવવાનું કે 1975માં સિક્કિમનો ભારતમાં વિલય થયો હતો. પરંતુ સિક્કિમ એ શરત સાથે ભારતમાં જોડાવા માટે રાજી થયું હતું કે તે પોતાના જૂના કાયદા અને સ્પેશિયલ સ્ટેટસને યથાવત રાખશે. આ શરત માની લેવાઈ. અત્રે જણાવવાનું કે સિક્કિમને બંધારણની આર્ટિકલ 371-એફ હેઠળ વિશેષ દરજ્જો મળેલો છે. 

શું કહે છે સેક્શન 10 (26AAA) 
Section 10 (26AAA) હેઠળ નિયમ છે કે સિક્કિમના કોઈ પણ રહીશની આવક ટેક્સના દાયરામાંથી બહાર રહેશે, પછી ભલે તે આવક કોઈ પણ પ્રકારની સિક્યુરિટીથી મળેલા ઈન્ટરેસ્ટથી થઈ હોય કે પછી ડિવિડન્ડથી. 

સિક્કિમના વિલય પહેલા વસેલા લોકોને છે આ છૂટ
Section 10 (26AAA) મુજબ સિક્કિમના  ભારતમાં વિલય પહેલા જે પણ લોકો અહીં આવીને વસેલા હતા પછી ભલે તેમના નામ Sikkim Subjects Regulations, 1961 ના રજિસ્ટરમાં હોય કે નહીં, તેમને આવકવેરા કાયદાની Section 10(26AAA) હેઠળ છૂટ મળે છે. 

(અહેવાલ- ઝી બિઝનેસ હિન્દી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More