નવી દિલ્હી: ભારતની મોટી ફાર્મા કંપની ડો. રેડ્ડીઝ લેબ (Dr Reddy's Laboratories) એ કોરોના વાયરસ (Covid-19)ની દવા લોન્ચ કરી દીધી છે. આ પહેલાં કોરોના વાયરસની સારવારમાં કારગર સાબિત થયેલી ડ્રફ ફેવિપિરાવિર (Favipiravir) ને ઘણી કંપનીઓએ અલગ-અલગ નામે લોન્ચ કરી છે. હવે ડો. રેડ્ડીઝએ ફેવિપિરાવિરના જેનિરક વર્જન Avigan ને લોન્ચ કર્યું છે. કંપનીએ ફેવિપિરાવિર માટે FUJIFILM ટોયામા કેમિકલ સાથે મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યૂશનનો કરાર કર્યો છે.
200 mg ની ટેબલેટ લોન્ચ
ડો. રેડ્ડીઝએ AVIGAN ને 200 mg ની ટેબલેટમાં લોન્ચ કરી છે. AVIGAN ને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસેથી મંજૂરી મળી છે. દવાનો ઉપયોગ સામાન્ય અને મધ્યમ કોરોના વાયરસથી પીડિત પર સારવાર માટે કરવામાં આવશે. ડો. રેડ્ડીઝના બ્રાંડેડ માર્કેટના CEO એમ વી રમણના અનુસાર કંપની કોરોના વાયરસ રોગીઓ માટે આ મહત્વપૂર્ણ ઇનોવેટર દવાને લોન્ચ કરી છે. હાઇ ક્વોલિટી અને પ્રભાવ, સામર્થ્ય અને સારા રોગ વ્યવસ્થાપન કંપનીની પ્રાથમિકતા છે.
દિલ્હી સરકારનો મોટો નિર્ણય, 5 મહિના બાદ હોટલો ખોલવાની આપી મંજૂરી
ફ્રીમાં થશે દવાની હોમ ડિલીવરી
કંપનીના અનુસાર AVIGAN થી કોવિડ 19ના દર્દીઓને સારી સારવાર મળી શકે છે. કંપનીએ દવાને 122 ટેબલેટ પેકમાં ઉતારી છે. દવાની એક્સપાયરી 2 વર્ષ માટે હશે. બધા સુધી દવા પહોંચી શકે તેના માતે કંપની દેશના 42 શહેરોમાં ફ્રી હોમ ડિલીવરી સર્વિસ પણ આપશે. જરૂર પડતાં તમે કંપનના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-267-0810 પર કોલ અથવા www.readytofightcovid.in પર સવારે 9 થી રાત્રે 9 વચ્ચે ઓર્ડર કરી શકો છો.
આ કંપનીઓએ પણ લોન્ચ કરી હતી દવા
ડો રેડ્ડીઝ પહેલાં MSN ગ્રુપ, સિપ્લા, હેટેરો, ગ્લેનમાર્ક, સન ફાર્મા, જેનવર્ક્ટ ફાર્મા પણ કોરોના વાયરસની દવા લોન્ચ કરી ચૂકી છે. અત્યાર સુધી દવા 33 રૂપિયાથી માંડીને 75 રૂપિયા પ્રતિ ટેબલેટની કિંમતમાં લોન્ચ કરવામાં આવી છે. MSN ગ્રુપે 'ફેવિલો' નાથી સૌથી સ્સ્તું વર્જન લોન્ચ કર્યું છે. સન ફાર્માએ ભારતમાં 35 રૂપિયા પ્રતિ ગોળી રાહત દર ફ્લુગાર્ડ (ફૈવિપિરાવિર) લોન્ચ કરી છે. આ ગોળી કોવિદ 19ના સામાન્યથી મધ્યમ સ્તર સુધીના કેસમાં સારવાર માટે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે