ઝી બ્યુરો, અમદાવાદ: ઓગસ્ટમાં તહેવારોની મોસમ પૂર્ણ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ખાદ્યતેલના ભાવમાં બજાર ખૂલતા જ ભડકો થયો છે. સિંગતેલનો ડબ્બોનો ભાવ 2900 રૂપિયાને પાર કરી ગયો છે. બે દિવસમાં સિંગતેલના ડબામાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો એક રાહતના સમાચાર એ છે કે, પામ તેલના ભાવમાં તોતિંગ 165 નો ઘટાડો નોંધાયો છે.
સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ તેલના ભાવમાં વધારો થતો હોય છે. ત્યારે તહેવારો પૂર્ણ થતા જ તેલના ભાવમાં વધારો યથાવત જોવા મળી છે. સિંગતેલના ડબામાં 60 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલ ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર પહોંચ્યો છે. તો બીજી તરફ, પામોલિન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તહેવારમાં કમાઈ લેવા પામતેલના ભાવ સટોડિયાઓએ ઘટવા ન દીધા. હવે તહેવારો બાદ પામતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થતા 1920 -1925 ના ભાવે પહોંચ્યું છે.
આ પણ વાંચો:- રાજ્યમાં પાણી જ પાણી! સિઝનનો 100 ટકા વરસાદ, ફરી આ વિસ્તારોમાં તૂટી પડશે મેઘરાજા
તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.
આ પણ વાંચો:- રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જાણો શું કહ્યું સરકારે
મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે