Home> Business
Advertisement
Prev
Next

ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો, જાણો શું કહ્યું સરકારે

સરકારે કહ્યું કે કચ્ચા અને રિફાઇન્ડ ખાદ્ય તેલો (Edible Oil) પર આયાત ડ્યૂટી (Import Duty) ઘટાડવાની અસર જોવા મળી રહી છે. તેનાથી ઘરેલુ માર્કેટમાં સરસવના તેલને છોડી અન્ય ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો આવ્યો છે.

ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો, જાણો શું કહ્યું સરકારે

નવી દિલ્હી: સરકારે કહ્યું કે કચ્ચા અને રિફાઇન્ડ ખાદ્ય તેલો (Edible Oil) પર આયાત ડ્યૂટી (Import Duty) ઘટાડવાની અસર જોવા મળી રહી છે. તેનાથી ઘરેલુ માર્કેટમાં સરસવના તેલને છોડી અન્ય ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો આવ્યો છે.

fallbacks

ગત મહિને આયાત ડ્યૂટીમાં ઘટાડો
સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગત મહિને 11 સપ્ટેમ્બરના રોજ પામ તેલ, સોયા તેલ અને સૂર્યમુખી તેલ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી હતી. જ્યારે કચ્ચા પામ તલ પર મૂળભૂત આયાત ડ્યૂટી (Import Duty) 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હતી. ત્યારે કાચ્ચા સોયા તેલ અને કાચ્ચા સૂર્યમુખી તેલ પરની આયાત ડ્યૂટી પણ 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હતી.

કોલસાની અછતનો સુરતને મોટો ફટકો, કાપડની મિલોમાં એક મહિના દિવાળી વેકેશન જાહેર કરવુ પડ્યું

ખાદ્યતેલના ભાવમાં ઘટાડો
સરકારે કહ્યું કે આ પગલાંની બજાર પર સારી અસર પડી છે અને ફુગાવો નીચે આવ્યો છે. આયાત ડ્યૂટીમાં ઘટાડાને કારણે ખાદ્યતેલો (Edible Oil) ના ભાવમાં 2 ટકા સુધીનો ઘટાડો થયો છે. સરકારે કહ્યું કે સરસવના તેલ સિવાય અન્ય તમામ તેલ બહારથી આયાત કરવામાં આવે છે. તેથી, આયાત ડ્યૂટી (Import Duty) ઘટાડવાની સીધી અસર તેમના ભાવ પર પડે છે. હવે વિવિધ ઉપાયો દ્વારા દેશમાં ઉત્પન્ન થતા ખાદ્યતેલોને ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચ્યા આરોપી આશિષ મિશ્રા, લખીમપુર મામલે પૂછપરછ ચાલું

સંગ્રહખોરી રોકવા માટે લેવામાં આવેલા પગલાં
સરકારે કહ્યું કે ખાદ્યતેલો (Edible Oil) ની વધતી કિંમતોને રોકવા માટે તેના સંગ્રહખોરી સામે પણ પગલાં લેવામાં આવ્યા છે. આ માટે જથ્થાબંધ વેપારીઓ, મિલ માલિકો અને રિફાઇનર્સને તેમના સ્ટોકની વિગતો દરરોજ વેબ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે, તમામ છૂટક દુકાનદારોને બ્રાન્ડેડ ખાદ્ય તેલોના દર અગ્રણી રીતે દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. જેથી ગ્રાહકો પોતાની પસંદગીનું તેલ પસંદ કરી શકે. જેથી ગ્રાહકો પસંદગીનું ખાદ્ય તેલ પસંદ કરી શકે.

OMG: 100 ફૂટ ઊંચી બિલ્ડિંગ પરથી નીચે પડ્યો શખ્સ, ઉભો થઈ બોલ્યો- 'શું થયું છે'

ખાદ્ય પદાર્થોના ભાવ પણ સ્થિર થયા
સરકારે કહ્યું કે ખેડૂતોની માંગ પર ઘણા પાકના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે. આ હોવા છતાં, બજારમાં ચોખા અને ઘઉંના ભાવ નીચે આવ્યા છે. તેમની સાથે, ચણા, તુવેર, અડદ અને મગના છૂટક ભાવ પણ નીચે આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં બટાકાની સરેરાશ છૂટક કિંમતો 44.77 ટકા ઘટી છે. બીજી બાજુ, ડુંગળી અને ટામેટાના ભાવમાં અનુક્રમે 17.09 ટકા અને 22.83 ટકાનો ઘટાડો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More