નવી દિલ્હી: ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે જણાવ્યું હતું કે, ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. કેટલીક જગ્યાઓ પર 20, 18, 10, અને 7 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે. તેમને જણાવી દઇએ કે, પામ, સિંગતેલ, સોયાબીન, સૂરજમુખી અને તમામ મુખ્ય ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તહેવારની સીઝન દરમિયાન ખાદ્યતેલના ભાવમાં મોટો ઘટાડો રાહતના સમાચાર છે. દિવાળીથી એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત આપવામાં આવી હતી.
કેટલી ઘટી કિંમત?
પામ ઓઇલમાં આટલો ઘટાડો
દિલ્હીમાં રિટેલ માર્કેટમાં પામ ઓઇલ- 6 રૂપિયા પ્રતિ લીટર
અલીગઢમાં પામ ઓઇલ- 18 રૂપિયા પ્રતિ લીટર
મેઘાલયમાં પામ ઓઇલ- 10 રૂપિયા પ્રતિ લીટર
તમિલનાડુમાં પામ ઓઇલ- 5 થી 7 રૂપિયા પ્રતિ લીટર
નારિયેળ તેલના ભાવમાં ઘટાડો
દિલ્હીમાં- 7 રૂપિયા પ્રતિ લીટર
મધ્ય પ્રદેશમાં- 10 રૂપિયા પ્રતિ લીટર
મેઘાલયમાં- 10 રૂપિયા પ્રતિ લીટર
તમિલનાડુમાં- 10 રૂપિયા પ્રતિ લીટર
અલીગઢમાં- 5 રૂપિયા પ્રતિ લીટર
સોયાબીન ઓઇલના ભાવમાં ઘટાડો
દિલ્હીમાં- 5 રૂપિયા પ્રતિ લીટર
લુધિયાના અને અલીગઢમાં- 5 રૂપિયા પ્રતિ લીટર
છત્તીસગઢમાં- 11 રૂપિયા પ્રતિ લીટર
મહારાષ્ટ્રમાં- 5 થી 7 રૂપિયા પ્રતિ લીટર
સૂરજમુખી તેલના ભાવમાં ઘટાડો
દિલ્હીમાં- 10 રૂપિયા પ્રતિ લીટર
ઓડિશામાં- 5 રૂપિયા પ્રતિ લીટર
મેઘાલયમાં સૌથી વધારે લગભગ 20 રૂપિયા પ્રતિ લીટર કિંમત
ઉલ્લેખનીય છે કે, તેલના ભાવમાં આ ઘટાડો 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર વચ્ચે નોંધવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે