Home> Business
Advertisement
Prev
Next

EPF New Rules: PFના ક્લેમ માટે ચેકબુક-પાસબુકની નહીં પડે જરૂર, આવી મોટી ખુશખબર

EPFO New Rules:  EPFOએ સરકારી નિયમોમાં ફેરફાર કરીને કરોડો સબસ્ક્રાઈબરને મોટી રાહત આપી છે. આ નિર્ણયથી EPFના ક્લેમની  પ્રોસેસ ઝડપી બનશે.

EPF New Rules: PFના  ક્લેમ માટે ચેકબુક-પાસબુકની નહીં પડે જરૂર, આવી મોટી ખુશખબર

EPF Rules: EPFO ​​એ તેના ક્લેમના નિયમોમાં ફેરફાર કર્યો છે, હવે EPF ક્લેમ સેટલમેન્ટ માટે કેન્સલ ચેક અથવા બેંક પાસબુકની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. આ મામલે માહિતી આપતા EPFOએ કહ્યું છે કે જો કોઈ સબસ્ક્રાઈબર અન્ય તમામ શરતો પૂરી કરે છે, તો આવી સ્થિતિમાં તેને ક્લેમ સેટલમેન્ટ માટે ચેકબુક અથવા બેંક પાસબુક અપલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. આનાથી ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ કેસ ઝડપી બનશે. 

fallbacks

EPFO એ પરિપત્ર બહાર પાડ્યો
28 મેના રોજ, EPFOએ આ મામલે એક પરિપત્ર જાહેર કરીને માહિતી આપી હતી કે EPFOએ ઓનલાઈન દાખલ કરાયેલા દાવાઓના સમાધાન માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. ચેક લીફ અથવા બેંક ખાતાની વિગતો અપલોડ ન કરવાને કારણે ક્લેમ રિજેકશનની સંખ્યામાં ઘટાડો કરવા નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ આ છૂટ ફક્ત માન્યતાના કેટલાક કિસ્સાઓમાં જ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ સરકારે DA પછી હવે  ગ્રેચ્યુઈટી પર આપી ખુશખબર, કર્મચારીઓની થશે બલ્લે બલ્લે

આ કેસોમાં છૂટ આપવામાં આવશે
EPFOએ તેના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે માત્ર એવા EPFO ​​સભ્યોને જ છૂટ મળશે જેમની અન્ય વેલિડેશન પૂર્ણ થઈ ગયા છે. આમાં બેંકની ઓનલાઈન KYC ચકાસણી, DSC (Digital Signature Certificate)  દ્વારા એમ્પ્લોયર દ્વારા પૂર્ણ કરવાની બેંક KYC ચકાસણી અને UIDAI દ્વારા આધાર નંબરની ચકાસણી જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

EPF ક્લેમ માટે બેંક વિગતો
EPF ક્લેમ પૂર્ણ કરવા માટે, સભ્યનું નામ, બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ ધરાવતા તમારા ખાતાનો રદ કરાયેલ ચેક જરૂરી હતો. આ સાથે, EPF તમારા બેંક ખાતાની વિગતો મેળવે છે. જો ચેક ઉપલબ્ધ ન હોય તો, EPF સભ્ય ખાતાની વિગતો તરીકે બેંક પાસબુક (જેમાં બેંક મેનેજરની સહી હોય છે) પણ સબમિટ કરી શકે છે. આ માટે EPF મેમ્બર પાસે યુનિવર્સલ એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. આ સાથે, તમારા આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ માટે KYC પૂર્ણ થવાની સાથે UAN નંબર સાથે માન્ય હોવું જરૂરી છે.

આ પણ વાંચોઃ 4000 કરોડ રૂપિયાનો આવી રહ્યો છે IPO! દિગ્ગજ કંપનીના બોર્ડે આપી મંજૂરી

EPF સભ્યો ઓનલાઈન ક્લેમ કેવી રીતે કરી શકે?
1. આ માટે સૌથી પહેલા EPFO ​​મેમ્બર ઓફિશિયલ પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in/ પર તમારો UAN નંબર અને પાસવર્ડ દાખલ કરો.
2. આગળ અહીં ક્લેમ સેક્શન પર ક્લિક કરો.
3. અહીં પેન્શન અથવા ફૂલ સેટલમેન્ટ જેવા ક્લેમનો પ્રકાર પસંદ કરો.
4. તમે પહેલાંથી ભરેલી વિગતો ક્રોસ ચેક કરો.
5 EPFO ​​દ્વારા આપવામાં આવેલી છૂટનો લાભ લો અને તમામ જરૂરી દસ્તાવેજો અથવા ડેટા અપલોડ કરો.
6. આ પછી, બધી માહિતી વેલિડેટ કરો અને ક્લેમને સબમિટ કરો.
7. આ પછી, પોર્ટલ દ્વારા તમારા ક્લેમની પ્રક્રિયા પર નજર રાખો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More