Home> Business
Advertisement
Prev
Next

EPFO નવા વર્ષે નોકરીયાતોને આપી શકે છે મોટી ભેટ, 6 કરોડ સબ્સક્રાઇબરને ફાયદો!

વર્ષ 2019ની શરૂઆત સાથે જ તમને ખૂબ જલદી વધુ એક ભેટ મળી શકે છે. આ મહિને EPFO વ્યાજ દરમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇપીએફઓ આ મહિને ઇપીએફના વ્યાજદર વધારી શકે છે, જેનો લાભ લગભગ 6 કરોડ સબ્સક્રાઇબરને થશે. માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં વ્યાજ દરમાં વધારાને લઇને જાહેરાત થઇ શકે છે. 

EPFO નવા વર્ષે નોકરીયાતોને આપી શકે છે મોટી ભેટ, 6 કરોડ સબ્સક્રાઇબરને ફાયદો!

નવી દિલ્હી: વર્ષ 2019ની શરૂઆત સાથે જ તમને ખૂબ જલદી વધુ એક ભેટ મળી શકે છે. આ મહિને EPFO વ્યાજ દરમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઇપીએફઓ આ મહિને ઇપીએફના વ્યાજદર વધારી શકે છે, જેનો લાભ લગભગ 6 કરોડ સબ્સક્રાઇબરને થશે. માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં વ્યાજ દરમાં વધારાને લઇને જાહેરાત થઇ શકે છે. 

fallbacks

ફક્ત 101 રૂપિયામાં ખરીદી Vivo સ્માર્ટફોન, નવા વર્ષની સૌથી ધમાકેદાર ઓફર

2019થી વ્યાજ દર વધારવાની તૈયારી
સરકાર 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ખેડૂતો, મધ્યવર્ગને અને મોટી વોટબેંકવાળા સેક્ટર કેંદ્વીય કર્મચારીઓને ખુશ કરવાના પ્રયત્નમાં લાગી ગઇ છે. એકતરફ ખેડૂતો માટે વિશેષ પેકેજની તૈયારી થઇ રહી છે તો બીજી તરફ જીએસટીના દર ઘટાડીને મધ્યમ વર્ગને રાહત આપવામાં આવી રહી છે. તો આ તરફ ઇપીએફઓ દ્વારા નવા વર્ષમાં કર્મચારીઓને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યા છે. 

જીંદગીમાં બે વાર નાપાસ થયા, કેન્ટીનમાં આવેલા એક આઈડિયાથી ઉભી કરી દીધી કરોડોની કંપની

6 કરોડ લોકોને થશે ફાયદો
મિંટના સમાચાર અનુસાર જો વ્યાજદરમાં વધારો કરવામાં આવે છે તો લગભગ 6 કરોડ કર્મચારીઓને તેનો લાભ મળશે. ઇપીએફઓ ઇપીએફ પર વ્યાજ દર 8.55 ટકાથી વધી શકે છે. તમને જણાવી દઇએ કે ગત 5 વર્ષમાં સૌથી ઓછા દર છે. 2018 માં પીપીએફ અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 7.7 ટકા વ્યાજ દર છે. સરકાર તેમાં વધારો કરી લોકોને ભેટ આપી શકે છે. 

લ્યો બોલો !!! 360 કરોડની કંપનીનો માલિક છે ચલાવે છે રિક્શા, સરકારીને પહેરાવી દીધી 45 કરોડની 'ટોપી'

જાન્યુઆરીના અંતમાં જાહેરાત
માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. તો બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તેની સંભાવના બિલકુલ નથી. અમે એ વાતની સંભાવના પર વિચાર કરી રહ્યા છીએ કે શું વ્યાજ દરને 8.55 ટકાથી વધારવાની સંભાવના છે. જો આમ થશે તો તેનાથી ઇપીએફઓના 6 કરોડ સબ્સક્રાઇબર્સને લાભ મળશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More