Home> Business
Advertisement
Prev
Next

હવે એક ક્લિકમાં નિકળી રહ્યા છે PFના રૂપિયા, EPFO ​​ઓફિસની નથી કોઈ દખલગીરી!

EPFO એ ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઘણા પગલાં લીધાં છે. હવે 60 ટકા એડવાન્સ ક્લેમ ઓટો મોડ પર પ્રોસેસ કરવામાં આવી રહ્યા છે.

હવે એક ક્લિકમાં નિકળી રહ્યા છે PFના રૂપિયા, EPFO ​​ઓફિસની નથી કોઈ દખલગીરી!

EPFO News: નોકરીયાત લોકો માટે રાહતના સમાચાર છે. હવે EPFOમાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. વાસ્તવમાં, EPFO ​​એ ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઘણા કદમ લીધાં છે. EPFO ઓફિસ અનુસાર ઓટો-મોડ ક્લેમ સેટલમેન્ટ હવે માત્ર 3 દિવસમાં કરવામાં આવી રહ્યું છે. જ્યારે, EPFO ​​મુજબ વિભાગે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 6 માર્ચ સુધી લગભગ 2.16 કરોડ ઓટો-ક્લેઈમના પતાવટનો ઐતિહાસિક ઉચ્ચ સ્તરીય રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં સમાન સમયગાળામાં તે માત્ર 89.52 લાખ હતું.

fallbacks

ઓટો મોડ પ્રોસેસિંગથી એડવાન્સ ક્લેમની રકમને વધારીને 1 લાખ રૂપિયા સુધી કરી દીધી...
આ અંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું છે કે EPFO ​​99.31 ટકાથી વધુ દાવાઓ ઓનલાઈન મેળવી રહ્યું છે અને આ માટે પ્રાદેશિક કાર્યાલયમાં જવાની જરૂર નથી. PIB અનુસાર, ઓટો મોડ પ્રોસેસિંગ દ્વારા એડવાન્સ ક્લેમની રકમની મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય કર્મચારીઓ (એડવાન્સ) ઓટો મોડ પ્રોસેસિંગ દ્વારા કોઈપણ બીમારી, હોસ્પિટલમાં દાખલ થવા, ઘર, શિક્ષણ અને લગ્ન માટે તેમના પૈસા ઉપાડી શકે છે.

EPFOના હસ્તક્ષેપની જરૂરિયાત નહીં રહે... 
EPFO મુજબ વિભાગે સભ્યોની વિગતો સુધારવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. હવે આધાર-વેરિફાઈડ UAN ધરાવતા સભ્યો કોઈપણ EPFOના હસ્તક્ષેપ વિના તેમના IDમાંથી જાતે જ સુધારણા કરી શકે છે. હાલમાં લગભગ 96 ટકા સુધારાઓ કોઈપણ EPF ઓફિસના હસ્તક્ષેપ વિના કરવામાં આવી રહ્યા છે.

હવે માત્ર 10 ટકા ટ્રાન્સફર દાવાઓમાં સભ્ય અને એમ્પ્લોયરનું વેરિફિકેશન જરૂરી
EPFO ઓફિસના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2024-25માં 6 માર્ચ સુધી લગભગ 7.14 કરોડ દાવાઓ ઓનલાઈન મોડમાં ફાઈલ કરવામાં આવ્યા છે. વિભાગના જણાવ્યા અનુસાર, વ્યક્તિઓ માટે ટ્રાન્સફર ક્લેમ સબમિશન વિનંતીઓમાં આધાર-વેરિફાઇડ UAN ની એમ્પ્લોયર વેરિફિકેશનની જરૂરિયાતને દૂર કરવામાં આવી છે. હવે માત્ર 10 ટકા ટ્રાન્સફર દાવાઓ માટે સભ્ય અને એમ્પ્લોયરની ચકાસણી જરૂરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More