EPFO Claim: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે, જેથી કર્મચારીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. જ્યારે EPFO એ મેડિકલ, એજ્યુકેશન, લગ્ન અને હાઉસિંગ માટે એડવાન્સ ક્લેમ માટે ઓટો-મોડ સેટલમેન્ટની સુવિધા પણ પૂરી પાડી છે. આ સુવિધાનો લાભ પીએફ ખાતાધારકો, જેમની આવક 6 કરોડ રૂપિયાથી વધુ છે તેઓ લાભ ઉઠાવી શકે છે. આ એક એવી સુવિધા છે જે કટોકટીની સ્થિતિમાં લોકોને ભંડોળ પૂરું પાડે છે.
ભયાનક છે અંબાલાલની આગાહી! શુક્રનુ ભ્રમણ જોતા ગુજરાતીઓને મોટી ચેતવણી, હવે લોકો હલવાયા
EPFOની આ સુવિધાનો પહેલો ક્લેમ કરવા માટે 15 થી 20 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે આ કામ 3થી 4 દિવસમાં થઈ જાય છે. આટલો સમય પણ લેવામાં આવ્યો કારણ કે સભ્યની પાત્રતા, દસ્તાવેજો, EPF ખાતાની KYC સ્ટેટ્સ, બેંક એકાઉન્ટ વગેરે જેવી વિગતો તપાસવામાં આવી હતી. પરંતુ હવે ઓટોમેટેડ સિસ્ટમમાં તેની ચકાસણી અને મંજૂરીમોકલવામાં આવે છે, જેથી દાવો સરળતાથી કરી શકાય.
સુરત બાદ રાજકોટના પીડિતોએ કહ્યું, અમારે નથી જોઈતુ રાજકારણ, સરકારની કામગીરીથી સંતુષ્ટ
કોણ કરી શકે છે ક્લેમ?
ઈમરજન્સીમાં આ ફંડના ક્લેમ સેટલમેન્ટ માટે ઓટો મોડની શરૂઆત એપ્રિલ 2020માં જ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે માત્ર બીમારીના જ પૈસા ઉપાડી શકાતા હતા. હવે તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે. બીમારી, શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદવા માટે તમે EPFમાંથી પૈસા ઉપાડી શકો છો. જ્યારે, જો ઘરમાં બહેન અને ભાઈના લગ્ન હોય, તો પણ એડવાન્સ પૈસા ઉપાડી શકો છો.
અમદાવાદમાં મેઘરાજાએ અનેક વિસ્તારોમાં બોલાવી ધબધબાટી! કાળા ડિંબાંગ વાદળો સાથે માહોલ..
કેટલા પૈસા ઉપાડી શકો છો?
હવે EPF ખાતામાંથી 1 લાખ રૂપિયા સુધી એડવાન્સ ફંડ ઉપાડી શકાય છે, જ્યારે પહેલા આ મર્યાદા 50 હજાર રૂપિયા હતી. એડવાન્સ ફંડનો ઉપાડ ઓટો સેટલમેન્ટ મોડ કોમ્પ્યુટર દ્વારા કરી શકાય છે. તેના માટે કોઈની મંજૂરીની જરૂર નથી અને પૈસા ત્રણ દિવસમાં તમારા ખાતામાં જમા કરી દેવામાં આવે છે. તેના માટે, KYC, ક્લેમની રિક્વેસ્ટની પાત્રતા, બેંક ખાતાની વિગતો આપવી જરૂરી છે.
આ રાખડીઓ બની સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર, આજ સુધી સાંભળી નહીં હોય તેવી છે ખાસિયત
પૈસા ઉપાડવાની સંપૂર્ણ પ્રોસેસ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે