Home> Business
Advertisement
Prev
Next

કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓને ઝટકો! સરકારના પ્રાઈસ કંટ્રોલવાળી દવાઓ થઈ શકે છે મોંઘી

Essential Drugs Prices Increase: કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગથી પીડિત દર્દીઓ પર મોંઘવારીનો માર પડવા જઈ રહ્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ટૂંક સમયમાં જરૂરી દવાઓની કિંમતમાં 1.7 ટકાનો વધારો કરી શકે છે. આનાથી ફાર્માસ્યુટિકલ કંપનીઓને થોડી રાહત મળવાની ઉમ્મીદ જણાઈ રહી છે. 

કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓને ઝટકો! સરકારના પ્રાઈસ કંટ્રોલવાળી દવાઓ થઈ શકે છે મોંઘી

Essential Drugs Prices Increase: આરોગ્ય ક્ષેત્ર પર મોંઘવારીનો ભારે ફટકો પડશે. કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ જેવી જરૂરી દવાઓની કિંમતમાં સરકાર વધારો કરી શકે છે. બિઝનેસ ટુડેના સમાચાર મુજબ સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, દવાઓની કિંમતોમાં 1.7 ટકાનો વધારો થવા જઈ રહ્યો છે.

fallbacks

કેમ વધી રહ્યા છે દવાઓના ભાવ?
બિઝનેસ ટુડે સાથે વાતચીત દરમિયાન ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી)ના જનરલ સેક્રેટરી રાજીવ સિંઘલે જણાવ્યું કે, ફાર્મા ઈન્ડસ્ટ્રીને રાહત મળશે. ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં કાચા માલ અને અન્ય ખર્ચાઓની કિંમત વધી રહી છે.

સાડાવાળી દીદી... કુણાલ કામરાએ હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કર્યો કટાક્ષ

બજારમાં નવા ભાવની અસર ક્યારે જોવા મળશે?
સરકાર દ્વારા દવાઓના ભાવ વધાર્યા બાદ તેની અસર બે-ત્રણ મહિના બાદ જોવા મળશે. કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલાથી જ રહેતો હોય છે.

ફાર્મા કંપનીઓ પર નિયમોના ઉલ્લંઘનનો આરોપ
ફાર્મા ઈન્ડસ્ટ્રીની કંપનીઓ પર વારંવાર ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવે છે. સંસદીય સ્થાયી સમિતિના એક રિપોર્ટ અનુસાર ફાર્મા કંપનીઓ અનુમતિપાત્ર ભાવ વધારાની મર્યાદાનું વારંવાર ઉલ્લંઘન કરે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ 307 મામલામાં ફાર્મા કંપનીઓ નિયમોનો ભંગ કરતી જોવા મળી હતી.

ભારતના આ ગામમાં મળ્યો ક્રૂડ ઓઈલનો મોટો ભંડાર, ONGC કૂવા ખોદવામાં વ્યસ્ત

સરકારી નિયમો શું કહે છે?
NPPA 2013ના ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર હેઠળ દવાઓની કિંમતો નક્કી કરે છે. તમામ ફાર્મા કંપનીઓને કિંમતો નિર્ધારિત મર્યાદામાં રાખવા સૂચના આપવામાં આવી છે. જો દવાઓના ભાવમાં ઘટાડો થાય તો તેનો સીધો ફાયદો દર્દીઓને થાય છે. નેશનલ એસેન્શિયલ મેડિસિન્સ લિસ્ટ 2022 હેઠળ ભાવ નિયંત્રણને કારણે દર્દીઓને વાર્ષિક 3788 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More