US Tarrifs Impact On Gujarat દર્શલ રાવલ/અમદાવાદ : ટ્રમ્પ સરકાર આવ્યા બાદ તાજેતરમાં જ અમેરિકા દ્વારા ભારતીય બજાર પર 26% ટેરીફ લગાવવામાં આવ્યું છે. જે ટેરીફ અગાઉના અંદાજ કરતા ઓછું છે. પરંતુ આ ઓછું ટેરીફ હોવા છતાં પણ તેની ભારતીય બજાર પર અને શેર બજાર પર અસર એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરાય છે. ત્યારે જોઈએ આ ટેરિફની કેવી અસર હોઈ શકે છે.
અમેરિકાએ વિશ્વનો મજબૂત દેશ છે. જેની ચહલ પહલ પર તમામ લોકોની નજર હોય છે અને ત્યાંના બદલાવની તમામ દેશ પર અસર પણ જોવા મળે. તાજેત્તરમાં ટ્રમ્પ સરકાર આવ્યા બાદ આજે અમેરિકા દ્વારા વિવિધ દેશ પર જે ટેરીફ લગાવવામાં આવ્યું તેની પણ અસર જોવા મળી છે. આમ, તો વધુ ટેરીફ હોય તેવી લોકોને ચિંતા હતીસ જેમાં ઓછું ટેરીફ લાગતા રાહત મળી. જોકે અમેરિકાએ ભારત પર લગાવેલ 26 ટકા ટેરીફની અસર ભારતીય બજાર પર જોવા મળી છે. જ્યાં ગુજરાત અને તેમાં પણ અમદાવાદના શેર બજાર એક્સપર્ટ જયદેવ ચુડાસમાની વાત માનીએ તો ટેરીફની ચર્ચા સમયે શેર બજારમાં પોણો ટકો વધારો થયો. જોકે જેવા ટેરીફ જાહેર થયા કે તેના અડધો ટકો ઘટાડો થયો. જે નહિવત અસર બજાર પર ગણાવી. જોકે એક્સપર્ટએ અન્ય કેટલીક શક્યતાઓ પણ વ્યક્ત કરી.
ભરૂચ મર્ડર : પત્નીની અંગત તસવીરો, 4 લાખની લોન માટે મિત્રએ મિત્રના 9 ટુકડા કર્યાં
તો બીજી તરફ ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના સેક્રેટરી અને ફોરેન ઈશ્યુ એક્સપર્ટ એવા હિરેન ગાંધીએ તો તેનાથી મોટી ચિંતા વ્યક્ત કરી. જે એક્સપર્ટ ના મતે ટ્રમ્પના નવા 26% ટેરિફની ભારત પર અસર શું થશે? તે જોઈએ તો...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત સહિત અન્ય દેશો પર 26%નો "રેસિપ્રોકલ ટેરિફ" લાગુ કરવાની જાહેરાત કરી છે. આ ટેરિફનો હેતુ અમેરિકા ના વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) ને ઘટાડવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. ભારત પર આની અસર નોંધપાત્ર રહેશે, કારણ કે અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. આ ટેરિફથી ભારતની નિકાસમાં $2 બિલિયનથી $7 બિલિયન સુધીનું નુકસાન થઈ શકે છે, જેનાથી ભારતના GDP વૃદ્ધિ દરમાં 5-10 બેસિસ પોઈન્ટ નો ઘટાડો થઈ શકે છે.
આ ટેરિફ કેવી રીતે કામ કરે છે?
રેસિપ્રોકલ ટેરિફ એટલે કે જે દેશ અમેરિકન ઉત્પાદનો પર ઊંચા ટેરિફ લગાવે છે, તેની સામે અમેરિકા પણ તે જ દેશના ઉત્પાદનો પર સમાન અથવા અડધા દરે ટેરિફ લગાવે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ભારત અમેરિકન માલ પર 52% ટેરિફ લગાવે છે, જેના જવાબમાં અમેરિકાએ ભારતીય માલ પર 26% ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે. આ ટેરિફ 5 એપ્રિલ, 2025થી 10%ના બેઝલાઇન રેટથી શરૂ થશે અને 9 એપ્રિલ, 2025થી 26%ના દરે લાગુ થશે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડકટર્સ અને ઊર્જા ઉત્પાદનો જેવા કેટલાક ક્ષેત્રોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
બોડકદેવ પોલીસ ઊંઘતી રહી અને બહારની એજન્સીએ દમ મારો દમના કેસમાં મુદ્દામાલ કબજે કર્યો
ભારત અમેરિકામાં કેટલું અને કયા ક્ષેત્રોમાં નિકાસ કરે છે?
2024માં ભારતે અમેરિકામાં $87.4 બિલિયનની નિકાસ કરી હતી. મુખ્ય ક્ષેત્રો અને તેમનું યોગદાન નીચે મુજબ છે:
ભારત અમેરિકાથી કેટલું અને કયા ક્ષેત્રોમાં આયાત કરે છે?
2024માં ભારતે અમેરિકાથી $41.9 બિલિયનની આયાત કરી હતી. મુખ્ય ક્ષેત્રો નીચે મુજબ છે:
વેસ્ટર્ન રેલવેની મોટી જાહેરાત, અમદાવાદથી આ શહેર માટે દોડશે 200 સ્પેશિયલ ટ્રેન
ભારતનું વેપાર ખાધ કેટલું છે?
2024માં ભારતનું અમેરિકા સાથેનું વેપાર ખાધ (ટ્રેડ સરપ્લસ) $45.7 બિલિયન હતું, કારણ કે નિકાસ ($87.4 બિલિયન) આયાત ($41.9 બિલિયન) કરતાં વધુ હતી. આ ખાધ ટ્રમ્પના ટેરિફનું મુખ્ય કારણ છે.
કયા ક્ષેત્રો પ્રભાવિત થશે?
આ ટેરિફથી નીચેના ક્ષેત્રો પ્રભાવિત થશે:
આ ટેરિફને દૂર કરવા શું યોજના ધરાવે છે?
ભારત સરકાર અને ઉદ્યોગો નીચેની રણનીતિઓ અપનાવી રહ્યા છે:
30 વર્ષના ભાજપના શાસનમાં એક પણ ઉમેદવાર ન મળ્યો, કોંગ્રેસની આખી પેનલ બિનહરીફ જીતી
ભારતના કૃષિ ક્ષેત્ર પર કેવી અસર થશે?
કૃષિ ક્ષેત્ર, જે ભારતના GDPના 15% અને 40% રોજગારીનું યોગદાન આપે છે, તે પણ પ્રભાવિત થશે. 2024માં અમેરિકામાં $2.58 બિલિયનની કૃષિ નિકાસ (ઝીંગા, ચોખા, માછલી) હતી. 26% ટેરિફથી:
જોકે, ભારતની સ્પર્ધાત્મકતા ટકી રહેશે, કારણ કે વિયેતનામ (46%) અને બાંગ્લાદેશ (37%) પર વધુ ટેરિફ છે. ભારતે નવા બજારો શોધવા અને સ્થાનિક ઉત્પાદકતા વધારવા પર ધ્યાન આપવું જોઈએ તેવું સુચન એક્સપર્ટ એ વ્યક્ત કર્યું. આ સાથે જ ટેરીફની ડોલર પર અસર પડશે અને જો તેમ થશે તો પેટ્રોલ મોંઘું થવા અને તેનાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ મોંઘા થવા સાથે મોંઘવારી વધવાની શકયતા એક્સપર્ટ એ વ્યક્ત કરી છે.
જો એક્સપર્ટ ની વાત માનીએ તો હાલ બજાર પર આ નાની પણ મોટી અસર કહી શકાય. જે કેટલાક સમય સુધી રહી શકે છે. જેની આSર આગામી દિવસોમાં rbi ના રેટ જાહેર થવાના છે તેના પર પણ જોવા મળી શકે છે તેવી પણ ચર્ચા છે. જ્યાં ક્યાંક ફાયદો તો ક્યાંક નુકશાન ના વંટોળ ની પણ ચર્ચા છે. જોકે તે જાહેર થાય ત્યારે ખ્યાલ આવી શકે છે. જોકે હાલ અમેરિકાના આ એક પગલાએ ભારત ની અર્થવ્યવસ્થા પર ચોક્કસ અસર કરી છે તે નક્કી છે.
ડીસામા લાશોના ઢગલા પડ્યા! ઘટના નજરે નિહાળનારે કહ્યું, હું આવ્યો તો લાશોના ચીંથડા હતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે