Home> Business
Advertisement
Prev
Next

ઘઉં બાદ હવે ખાંડના એક્સપોર્ટ પર પ્રતિબંધ? કેન્દ્ર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

Sugar Export can be Limited soon: દેશમાં ખાંડની કિંમતને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર સુગર એક્સપોર્ટની લિમિટ નક્કી કરી શકે છે. 

ઘઉં બાદ હવે ખાંડના એક્સપોર્ટ પર પ્રતિબંધ? કેન્દ્ર સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

નવી દિલ્હીઃ દેશમાં ખાંડના વધી રહેલા ભાવ પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર સરકાર મોટો નિર્ણય કરવાની તૈયારીમાં છે. ભારત દુનિયામાં ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે, જ્યારે ખાંડ એક્સપોર્ટ કરવાના મામલામાં ભારત બીજા નંબર છે. દુનિયામાં ખાંડની સૌથી વધુ એક્સપોર્ટ બ્રાઝિલ કરે છે. 

fallbacks

હવે ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવશે સરકાર
દેશમાં ખાંડની વધી રહેલી કિંમતને કાબુમાં કરવા અને જનતાને રાહત આપવા માટે સરકાર ખાંડ એક્સપોર્ટ કરવાની લિમિટ નક્કી કરી શકે છે. કેન્દ્ર સરકાર આ સીઝનમાં ખાંડ એક્સપોર્ટ કરવાની લિમિટ 10 મિલિયન ટન સુધી સીમિત કરી શકે છે. છેલ્લા છ વર્ષમાં પ્રથમવાર કેન્દ્ર સરકાર ખાંડના એક્સપોર્ટ પર કોઈ પ્રતિબંધ લગાવી શકે છે. 

આ પણ વાંચોઃ શું તમારી પાસે પણ આધાર કાર્ડ છે? તો સરકાર આપશે પૂરા 5,500 રૂપિયાનો લાભ, જાણો કઈ રીતે

ઘઉંની નિકાસ પર સરકારે લીધો હતો નિર્ણય
મહત્વનું છે કે દેશમાં ઘઉંની વધતી કિંમત રોકવા માટે કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે જો સરકાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવશે તો તેની અસર વૈશ્વિક માર્કેટ પર જોવા મળી શકે છે. 

દેશમાં ખાંડની કિંમતમાં થઈ રહ્યો છે વધારો
ઉપભોક્તા મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે દેશમાં 23 મેએ ખાંડની સરેરાશ કિંમત 41.58 રૂપિયા પ્રતિ કિલો હતી. તો વધુ મૂલ્ય 53 રૂપિયા કિલો અને ઓછી કિંમત 35 રૂપિયા પ્રતિ કિલો હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More