Home> Business
Advertisement
Prev
Next

માઈલેજ નથી આપી રહ્યું તમારું બાઈક? તો માત્ર આ 6 સરળ ટિપ્સ બચાવશે પેટ્રોલ અને બજેટ

પેટ્રોલની કિંમત ઘટી શકે છે, આ માટે તમારે કેટલીક સરળ રીતો અપનાવવી પડશે, જેનાથી બાઇકની માઇલેજ વધી જશે. બાઇક ચલાવતી વખતે આ 6 સરળ ટિપ્સ ધ્યાનમાં રાખો.

માઈલેજ નથી આપી રહ્યું તમારું બાઈક? તો માત્ર આ 6 સરળ ટિપ્સ બચાવશે પેટ્રોલ અને બજેટ

નવી દિલ્હી: પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે આ ભાવ વધારાના કારણે લોકોના બજેટ પર અસર પડી રહી છે. ભારતમાં જ્યાં હાલ ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકો વળ્યા છે ત્યારે આ કામ એટલું ઝડપથી થઈ રહ્યું નથી. આ ઉપરાંત હજુ સુધી ચાર્જિંગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં લોકો પેટ્રોલથી ચાલતા બાઈક જ ચલાવી રહ્યા છે. જો તમારું ટુ-વ્હીલર વધુ સારું માઇલેજ ન આપતું હોય, તો તેને સરળ પેંતરા અપનાવીને વધારી શકો છો. જો જરૂ હયો તો માત્ર યોગ્ય પદ્ધતિ અપનાવવાની. આ સમાચારમાં અમે તમને કેટલીક એવી ટ્રિકસ વિશે જણાવી રહ્યા છીએ જેને અનુસરીને તમે તમારી બાઈકની માઈલેજ વધારી શકો છો.

fallbacks

સમય-સમય પર સર્વિસ
બાઇકની સર્વિસ કરાવતા રહેવાથી તેના માઇલેજમાં મોટો ફરક પડે છે. જો તમારી બાઇકને સારી સ્થિતિમાં રાખવામાં આવશે તો તે વધુ સારી માઇલેજ પણ આપશે. તેના એન્જિન અને ગિયરબોક્સને લ્યુબ્રિકેશનની જરૂર છે અને તે સર્વિસ કરાવીને યોગ્ય માત્રામાં મેળવતું રહે છે, આ તમારી બાઇકને એક લિટર પેટ્રોલમાં સામાન્ય કરતાં વધુ માઇલેજ આપે છે.

'તારક મહેતા'ની એક્ટ્રેસ બની Oops Moment નો શિકાર, ટોપ ઉંચું થઈ ગયું અને...

ટાયર પ્રેશરનું રાખો ધ્યાન
તમે કદાચ નોટિસ નહીં કર્યું હોય, પરંતુ ટાયર પ્રેશર બાઇકના માઇલેજ પર મોટી અસર કરે છે. જો ટાયરનું પ્રેશર યોગ્ય રીતે જાળવવામાં આવશે, તો બાઇકને ચલાવવા માટે વધુ જોર નહીં પડે અને એન્જિન પર કોઈ જબરદસ્ત ભાર નહીં પડે. આવી સ્થિતિમાં, જો ટાયરનું પ્રેશર બરાબર રહેશે, તો તમારી બાઇકની માઇલેજ ચોક્કસપણે વધી જશે.

સિગ્નલ પર બંધ કરો બાઇક
તમે પોતે પણ જાણો છો કે થોડી માત્રમાં જ ભલે, પરંતુ સિગ્નલ પર બાઇક બંધ કરીને પેટ્રોલની બચત કરી શકાય છે. તેથી જો 15 સેકન્ડથી વધુ ટાઈટ લાલ લાઇટ લીલી થવામાં બાકી છે, તો પછી તમારી બાઇકને બંધ કરો અને તમે જોશો કે એક મહિનામાં માઇલેજ વધી જશે.

લગ્ન બાદ સલમાન ખાન જોડે 15 દિવસ રહેવું પડશે કેટરીના કેફને, જાણો આ પાછળ શું છે કારણ

બિનજરૂરી રીતે ક્લચ ના દબાવો
ક્લચનો યોગ્ય અને માત્ર જરૂરિયાત પડવા પર ઉપયોગ કરવાથી બાઈક ખૂબ જ સારી માઇલેજ આપે છે. જો તમે વારંવાર બિનજરૂરી ક્લચ દબાવતા રહેશો તો સ્વાભાવિક છે કે બાઈકની માઈલેજ ઘટશે. તેથી સારી માઈલેજ મેળવવા માટે જરૂરી છે કે તમે ક્લચનો ઉપયોગ જ્યારે જરૂર હોય ત્યારે જ કરો.

યોગ્ય ગિયરનો ઉપયોગ
જો તમે યોગ્ય સ્પીડ પર યોગ્ય ગિયરમાં બાઈક ચલાવો છો તો એન્જિન પર વધારે સ્ટ્રેસ પડશે નહીં અને માઈલેજ સારી રહેશે. આ ઉપરાંત એક સ્પીડ પર બાઈક ચલાવતા રહેવાથી માઈલેજ ત્યારે વધે છે જ્યારે તમે યોગ્ય ગિયર પોઝિશનમાં રાખો છો. એવામાં માઈલેજ સારી બનાવી રાખવા માટે જો બાઈકને યોગ્ય ગિયરમાં મેન્ટેન કરી રાખો.

પ્રીપેડ ટેરિફમાં વધારા બાદ પણ 500 રૂપિયાથી સસ્તા છે Airtel, Vi અને Jio ના આ પ્લાન, 84 દિવસની વેલિડિટી

જીપીએસ અને ટ્રાફિક એલર્ટ
ક્યારે પણ જવા માટે જો તમે જીપીએસનો ઉપયોગ કરો છો તો ગૂગલ તમને એકદમ યોગ્ય અને સૌથી ટૂંકા માર્ગ પર લઈ જશે. આવા કિસ્સામાં બાઈકની માઈલેજ કુદરતી રીતે વધે છે. આ ઉપરાંત ટ્રાફિક ચેતવણીઓ સાથે તમે આગળના ટ્રાફિક જામ વિશે માહિતી મેળવી શકો છો અને નકશા પર રસ્તો બદલી ના માત્ર તમે ટ્રાફિકથી બચી શકો છો પરંતુ પેટ્રોલની બચત પણ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More