Home> Business
Advertisement
Prev
Next

સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ દેશમાં બનશે અનેક પ્રતિમાઓ, પરંતુ સરતાજ બનશે શિવા સ્મારક

મહારાષ્ટ્ર સરકાર આશરે 3800 કરોડ રૂપિયાના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલનું નિર્ણાણ કરી રહી છે. જે બનીને તૈયાર થશે ત્યારે તે દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ બનશે. 

સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ દેશમાં બનશે અનેક પ્રતિમાઓ, પરંતુ સરતાજ બનશે શિવા સ્મારક

નવી દિલ્હી: મહારાષ્ટ્ર સરકાર આશરે 3800 કરોડ રૂપિયાના ખર્ચે છત્રપતિ શિવાજી મહારાજ મેમોરિયલનું નિર્ણાણ કરી રહી છે. જે બનીને તૈયાર થશે ત્યારે તે દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ બનશે. અત્યારે આ રેકોર્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે છે. જેનું ગત મહિને જ પ્રધાનમંત્રી મોદીએ લોકાપર્ણ કર્યું છે. 

fallbacks

અહિં બનશે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યું 
મુંબઇના અરબ સાગરમાં બની રહેલા છત્રપતિ શિવાજી મહારાજના મેમોરિયલ અથવા તો શિવા સ્મારકને વહેલી તકે દુનિયાનું સૌથી ઉંચા સ્ટેચ્યુંનો શીર્ષક મળી જશે. શિવા સ્મારકની ઉચાઇ 190 મીટર છે. જ્યારે સરદારની પ્રતિમાની ઉંચાઇ 182 મીટર રાખવામાં આવી છે. શિવા સ્મારક સમિતિના અઘ્યક્ષ વિનાયક મેટેએ બતાવ્યું કે શિવાજીનું આ સ્ટેચ્યું દુનિયામાં સૌથી ઉંચું સ્ટેચ્યું હશે. પરંતુ બેઝની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઇ તેના કરતા વધારે થાય છે. આ સિવાય સરદારની પ્રતિમાં ઉભી રાખવામાં છે. જ્યારે શિવા સ્મારકની મૂર્તિ ઘોડા પર બેઠેલી જેમાં તલવારની ઉંચાઇ પણ જોડી દેવામાં આવી છે. 

એલએનટી જ બનાવશે સ્મારક 
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શિવા સ્મારક, બંન્નેને બનાવાનો કોન્ટ્રાક્ટ લાર્સન એન્ડ ટુર્બો (એલ એન્ડ ટી)ને મળ્યો છે. એલએન્ડટી દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે, કે 2021 સુધીમાં આ મૂર્તિ તૈયાર કરી દેવામાં આવશે. શિવા સ્મારકમાં શિવાજીની મૂર્તિ સિવાય, એક મ્યુઝિયમ, એક થિેયેટર, એક હોસ્પિટલ, પણ હશે. હાલની ડિઝઇનને લઇે પર્યાવરણવિદો દ્વારા થોડી આપત્તિ દેખાડવામાં આવી છે. અને આ અંગે હાઇ કોર્ડમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. એવામાં આ પ્રોજેક્ટને પૂરો થવા પર જ નક્કી થશે કે આ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં બનશે કે કેમ.

વધુ વાંચો...2019 ચૂંટણી પહેલા ખુલશે 65000 નવા પેટ્રોલ પંપ, ઓઇલ કંપનીઓએ કરી જાહેરાત

સમુદ્રમાં બનશે સ્મારક 
શિવા સ્મારક જમીનથી આશકે 1.5 કિમી દૂર સમુદ્રમાં બનાવામાં આવશે. જેના માટે સમુદ્રી પથ્થરો પર એક કૃત્રિમ દ્વિપ બનાવમાં આવશે. આ પ્રોજેક્ટ 22 એકડથી વધારે ક્ષેત્રમાં ફેલાવી દેવામાં આવશે. આ સ્મારકના શિલાન્યાસ પ્રધાનમંત્રી મોદીએ 2016માં કર્યું હતું, જેની ડિઝાઇન વિખ્યાત શિલ્પકાર રામ સુતારે તૈયાર કરી હતી. રામ સુતારે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડીઝાઇન તૈયાર કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More