Home> Business
Advertisement
Prev
Next

નાણાપ્રધાનની જાહેરાતથી સરકારી કર્મચારીઓને પણ થશે ફાયદો

નાણાપ્રધાનની જાહેરાત પ્રમાણે, સરકારી કર્મચારીઓને હાઉસ-બિલ્ડિંગ એડવાન્સ પર વ્યાજદરને ઘટાડવામાં આવશે અને તેને 10 વર્ષના સરકારી સિક્યોરિટી બોન્ડ યીલ્ડ્સ સાથે લિંક કરવામાં આવશે. 

નાણાપ્રધાનની જાહેરાતથી સરકારી કર્મચારીઓને પણ થશે ફાયદો

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમને પોતાનું મકાન ખરીદવાનું સપનું જોનારા સરકારીઓ કર્મચારીઓને મોટુ ખુશખબર આપી છે. નાણાપ્રધાને હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે શનિવારે ઘણી જાહેરાત કરી, જેમાં સરકારી કર્મચારીઓ માટે સાઉસ બિલ્ડિંગ એડવાન્સ પર લાગતા વ્યાજદરને ઓછો કરવાની જાહેરાત પણ સામેલ છે. 

fallbacks

મકાન ખરીદવા ઉત્સાહિત થશે કર્મચારી
નાણાપ્રધાને કહ્યું કે, મકાન ખરીદનારાઓમાં સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય છે અને સરકારના આ પગલાથી વધુમાં વધુ કર્મચારીઓ નવુ મકાન ખરીદવા માટે ઉત્સાહિત હશે. 

10 વર્ષ જી-સેક યીલ્ડ સામે લિંક્ડ થશે વ્યાજદર
નાણાપ્રધાનની જાહેરાત પ્રમાણે, સરકારી કર્મચારીઓને હાઉસ-બિલ્ડિંગ એડવાન્સ પર વ્યાજદરને ઘટાડવામાં આવશે અને તેને 10 વર્ષના સરકારી સિક્યોરિટી બોન્ડ યીલ્ડ્સ સાથે લિંક કરવામાં આવશે. 

હાઉસ બિલ્ડિંગ એકવાન્સની સુવિધા કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીને મળે છે. આ હેઠળ, કર્મચારી પોતાની જમીન પર મકાન બનાવવા માટે પહેલા ચુકવણી હાસિલ કરી શકે છે. આ યોજના હેઠળ નવા ઘર કે ફ્લેટની ખરીદી માટે પણ પહેલા ચુકવણી મળે છે. આ ચુકવણીનો ઉપયોગ હાઉસિંગ લોનના રિપેમેન્ટમાં કરવામાં આવે છે. 

વાંચો બિઝનેસના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More