Home> Business
Advertisement
Prev
Next

જુનો અને સસ્તો પણ સારો સામાન ખરીદવામાં પણ મદદ કરશે ફ્લિપકાર્ટ !

દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલ કંપનીએ આ વાતની બુધવારે મોટી જાહેરાત કરી છે

જુનો અને સસ્તો પણ સારો સામાન ખરીદવામાં પણ મદદ કરશે ફ્લિપકાર્ટ !

નવી દિલ્હી : દેશની સૌથી મોટી ઓનલાઇન રિટેલ કંપની ફ્લિપકાર્ટે બુધવારે જાહેરાત કરી છે કે એ જુના સામાનને નવો બનાવીને વેચશે. આ માટે એણે એક નવી વેબસાઇટ લોન્ચ કરી છે જેનું નામ 2GUD છે. હાલમાં વેબસાઇટ પર જુનો ઇલેક્ટ્રોનિક સામાન વેચવામાં આવશે પણ આ સાથે કંપની ગુણવત્તા સર્ટિફિકેટ પણ આપશે. આ ઉત્પાદન ઓછી કિંમતે મળશે. 

fallbacks

આ સ્ટોરમાં જુના મોબાઇલ ફોન, લેપટોપ, સ્માર્ટ વોચ અને ટેબલેટ જેવા ડિવાઇસ મળશે. આ સિવાય કંપનીએ માહિતી આપી છે કે આવનારા દિવસોમાં ફ્લિપકાર્ટના આ નવા સ્ટોરમાં સ્પીકર, પાવર બેંક, હેર ડ્રાયર, હેર સ્ટ્રેટનર, ટીવી સેટ અને આવા જ 400થી વધારે ઉત્પાદન મળશે. 

માનવામાં આવે છે કે આ નવા ઇ-કોમર્સ પોર્ટલ 2GUDના ઉત્પાદન નવા પ્રોડક્ટની સરખામણીમાં 80 ટકા સસ્તા હોઈ શકે છે. કંપનીના સીઇઓ કલ્યાણ કૃષ્ણામૂર્તિએ એક રિલીઝમાં કહ્યું છે કે આ માર્કેટ હજી અસંગઠિત છે અને કંપની આવનારા દિવસોમાં એને એક વ્યવસ્થિત સ્વરૂપ આપશે. આ નવી સાઇટને નાના શહેરોમાંથી સારો એવો રિસ્પોન્સ મળવાની આશા છે. અહીં લોકોની ખરીદી ક્ષમતા ઓછી પણ એનો ઉપયોગ કરવા માગતા હોય છે. 

બિઝનેસની દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More