નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારના રોજ પ્રોત્સાહન આર્થિક પેકેજના ચોથા ભાગની જાહેરાત કરી છે. પેકેજના આ ભાગમાં કોલસા, સંરક્ષણ વિનિર્માણ, વિમાન, સ્પેશ, વિજળી વિતરણ વગેરે ક્ષેત્રોમાં નીતિગત સુધારા પર ભાર મુક્યો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સેટેલાઇટ, લોન્ચ અને અવકાશ આધારિત સેવા વ્યવસાય જેવા ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં ખાનગી ક્ષેત્રને ભૂમિકા આપવાની જાહેરાત કરી.
આ પણ વાંચો:- આર્થિક પેકેજનો ચોથો ભાગ: નાણા મંત્રીએ આ 8 સેક્ટર્સ માટે કરી મોટી જાહેરાત
નાણાં મંત્રીએ આર્થિક પ્રોત્સાહન પેકેજના ચોથા ભાગની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સ્પેશ ગતિવિધિઓમાં ખાનગી ભાગીદારને વધારવા માટે સરકાર સેટેલાઇટ, લોન્ચ અને અવકાશ આધારિત સેવાઓમાં ખાનગી કંપનીઓને સમાન તકો પૂરી પાડશે. તેમણે કહ્યું કે સરકાર ખાનગી કંપનીઓ માટે વિશ્વસનીય નીતિ અને નિયમો બનાવશે.
આ પણ વાંચો:- સરકારની 8 સેક્ટરમાં મોટા સુધારાની જાહેરાત, લાખો રોજગાર પેદા કરવા માટેની આ યોજના
તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રને તેમની ક્ષમતામાં સુધારો કરવા માટે ઇસરોની સુવિધાઓ અને અન્ય સંબંધિત સંપત્તિનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. ભવિષ્યમાં ગ્રહોના સંશોધન અને અંતરિક્ષ પર્યટનના પ્રોજેક્ટ્સ પણ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા રહેશે.
આ પણ વાંચો:- ટૂર ઓફ ડ્યૂટી: આ બિઝનેસમેને આપી યુવાનોને જોબની ખાસ ઓફર
તેમણે કહ્યું કે એક ઉદાર ભૂ-સ્થાનિક ડેટા નીતિ બનાવવામાં આવશે. તેના અંતર્ગત, ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરનારા ઉદ્યોગસાહસિકો માટે રિમોટ સેન્સિંગ ડેટા એક્સેસ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે