ઝી બ્યૂરો, અમદાવાદઃ એક તરફ દેશમાં કોરોનાનો કહેર છે. ત્યાં બીજી તરફ સામાન્ય માણસ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસ્માને પહોંચ્યા છે. કેટલાક શહેરોમાં તો પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થયો છે. આ દરમિયાન લોકોમાં પ્રશ્ન એ થાય છે કે મોંઘવારીના સમયમાં સારી માઈલેજ આપતી કંઈ બાઈક લેવી જોઈએ. અહીં અમે તમને શાનદાર માઈલેજ આપતી ટોપ-5 બાઈક્સ વિશે માહિતી આપશું જે તમારા પેટ્રોલની ખપતની ઓછી કરશે.
જમવાની ખરેખર યોગ્ય રીત શું છે? કઈ રીતે જમવું જોઈએ? જાણો કયા વાસણમાં જમવાથી થાય છે ફાયદો
કોરોનાકાળમાં દેશમાં દરેક વર્ગના લોકો પોતાના ખર્ચાને બંને તેટલા ઓછા થાય તેવા પ્રયાસ કરી રહ્યાં છે. મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીએ ભારે અસર કરી છે. તેવામાં પેટ્રોલના દરરોજ વધતા ભાવથી સામાન્ય માણસ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. જેને પગલે લોકો હવે વધુ માઈલેજ આપતી બાઈક્સ લેવાનું વિચારી રહ્યાં છે. પરંતુ લોકોમાં સવાલ એ ઉઠે કે કંઈ બાઈક લેવી જોઈએ. તો આ માટે અમે તમને ટોપ-5 સુપર માઈલેજ બાઈક્સ વિશે માહિતી આપશું. જેને જોઈ તમે નક્કી કરી શક્શો કે કંઈ બાઈક છે તમારા માટે પરફેક્ટ.
1) BAJAJ PLATINA 100-
બજાજ પ્લેટીના 100 પણ એક કોમ્યુટર બાઈક છે જે તેની શાનદાર માઈલેજ માટે જાણીતી છે. આ બાઈકમાં 102 CCનું એન્જીન છે જે 7.79 BHP પાવર અને 8.3 NM ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં કિક અને સેલ્ફ સ્ટાર્ટ વેરિયંટમાં ઉપલબ્ધ છે. આ બાઈક શાનદાર માઈલેજ સાથે સ્મુથ પર્ફોર્મન્સ આપે છે. બાઈકમાં કંફરટેક ટેક્નોલોજી અને નાઈટ્રોક્સ સસ્પેન્શનને કારણે ખરાબ રસ્તા પર પણ બાઈક સ્મુથલી ચાલે છે. બાઈકમાં લોન્ગ સિટ અને ફ્રંટમાં LED DRL લાઈટ્સ ઉપલબ્ધ છે. બાઈકની ફ્યુલ ટેન્ક કેપેસિટી 9.8 લિટર છે અને તેમાં 4 સ્પીડ ગીયર બોક્સ ઉપલબ્ધ છે. આ બાઈકની માઈલેજ 95 કિલોમીટર પ્રતિ લિટર છે. બાઈકની એક્સ શોરૂમ કિંમત 50,671થી શરૂ થાય છે.
2) BAJAJ CT 100-
બજાજની CT 100 શાનદાર માઈલેજ માટે પ્રખ્યાત છે. આ બાઈકમાં 102 CCનું BS6 એન્જીન છે જે 7.79 BHP પાવર અને 8.3 NM ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં કિક અને સેલ્ફ સ્ટાર્ટ વેરિયંટમાં ઉપલબ્ધ છે. બાઈકમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને ડ્યુઅલ સ્પ્રિંગ આપવામાં આવી છે. જેની મદદથી ખરાબ રસ્તા પર પણ બાઈક સ્મુથલી ચાલે છે. બાઈકમાં લોન્ગ સિટ અને ફ્રંટમાં LED DRL લાઈટ્સ ઉપલબ્ધ છે. બાઈકની ફ્યુલ ટેન્ક કેપેસિટી 10.5 લિટર છે અને તેમાં 4 સ્પીડ ગીયર બોક્સ ઉપલબ્ધ છે. આ બાઈકની માઈલેજ 90 કિલોમીટર પ્રતિ લિટર છે. બાઈકની એક્સ શોરૂમ કિંમત 49,152થી શરૂ થાય છે.
3) HERO SPLENDOR PLUS-
HERO સ્પ્લેન્ડર પ્લસ, આ નામ તો તમે સાંભળ્યું જ હશે. હીરો મોટોકોર્પ કંપનીની સૌથી વધુ વેચાતી બાઈકમાં સ્પ્લેન્ડર પહેલા આવે છે. હીરો સ્પ્લેન્ડર શરૂઆતથી જ તેના દમદાર પર્ફોર્મન્સ, સ્ટાઈલિંગ અને મજબુત બિલ્ટ ક્વોલિટીને કારણે લોકોમાં બહુ પ્રખ્યાત છે. આજના યુવાનોમાં પણ સ્પ્લેન્ડરનો અલગ જ ક્રેઝ છે. આ બાઈક કિક અને સેલ્ફ સ્ટાર્ટ વેરિયંટ અને 7 કલર્સમાં ઉપલબ્ધ છે. આ બાઈકમાં 97.2 CCનું ફ્યુલ ઈન્જેક્શન એન્જીન છે જે 7.91 BHP પાવર અને 8.05 NM ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર, i3S ફિચર્સ ઉપલબ્ધ છે. બાઈકની ફ્યુલ ટેન્ક કેપેસિટી 9.8 લિટર છે અને તેમાં 4 સ્પીડ ગીયર બોક્સ ઉપલબ્ધ છે. આ બાઈકની માઈલેજ 70-75 કિલોમીટર પ્રતિ લિટર છે અને ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 60,948થી શરૂ થાય છે.
4) HERO HF DELUXE-
HEROની HF DELUXE તેની સ્ટાઈલિશ ડિઝાઈન અને શાનદાર માઈલેજ માટે જાણીતી છે. આ બાઈક તેની સુપર્બ માઈલેજને કારણે કમ્યુટર્સની પહેલી પસંદ છે. આ બાઈક કિક અને સેલ્ફ સ્ટાર્ટ વેરિયંટ ઉપલબ્ધ છે. આ બાઈકમાં 97.2 CCનું ફ્યુલ ઈન્જેક્શન(FI) એન્જીન છે જે 7.91 BHP પાવર અને 8.05 NM ટોર્ક જનરેટ કરે છે. આ બાઈકમાં સાઈડ સ્ટેન્ડ ઈન્ડિકેટર, i3S, ઈન્ટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ જેવા ફિચર્સ ઉપલબ્ધ છે. બાઈકની ફ્યુલ ટેન્ક કેપેસિટી 9.1 લિટર છે અને તેમાં 4 સ્પીડ ગીયર બોક્સ ઉપલબ્ધ છે. આ બાઈકની માઈલેજ 70-75 કિલોમીટર પ્રતિ લિટર છે અને ટોપ સ્પીડ 95 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 61,942થી શરૂ થાય છે.
5) TVS SPORT-
આ બાઈક છેલ્લાં ઘણા વર્ષોથી તેની શાનદાર માઈલેજને કારણે લોકપ્રિય છે. TVS સ્પોર્ટના જૂના મોડલમાં કંપની 100 CCનું એન્જીન આપતી. જો કે નવા TVS સ્પોર્ટમાં કંપની 110 CCનું ઈકો થ્રસ્ટ ડ્યુરા લાઈફ એન્જીન આપે છે. ઘણી 100 CC બાઈક્સના એન્જીન 5 વર્ષ પછી ખરાબ અથવા તો તેના અવાજમાં ફેર જોવા મળે છે. જો કે આ બાઈકની ખાસિયત તેનું એન્જીન છે. જે 5 વર્ષ બાદ પણ તેના ડ્યુરા લાઈફ એન્જીનને કારણે સ્મુથ પર્ફોર્મન્સ આપે છે. આ બાઈક કિક અને સેલ્ફ સ્ટાર્ટ વેરિયંટમાં 7 કલર્સમાં મળે છે. આ બાઈક 8.18 BHP અને 8.7 NM ટોર્ક જનરેટ કરે છે. હવે આ બાઈકમાં કંબાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમનું ફિચર એડ કરવામાં આવ્યું છે. બાઈકની ફ્યુલ કેપેસિટી 10 લિટર અને 4 સ્પીડ ગીયર બોક્સ આપવામાં આવ્યું છે. હાઈવે પર આ બાઈક 90 કિલોમીટર પ્રતિ લિટરની માઈલએજ આપે છે. જ્યારે સિટીમાં બાઈક 65-70 કિલોમીટર પ્રતિ લિટર માઈલેજ આપે છે. બાઈકની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક છે. બાઈકમાં 5 સ્ટેપ એડજસ્ટેબલ હાઈડ્રોલિક શોક એબસોર્બર્સ છે. જેથી લોકોને ખરાબ રસ્તા પર પણ વધુ કંફર્ટ રાઈડ મળે છે. બાઈકના ફ્રંટમાં LED DRLs પણ ઉપલબ્ધ છે. કિક સ્ટાર્ટમાં બાઈકની કિંમત 54,850 છે. જ્યારે સેલ્ફ સ્ટાર્ટમાં બાઈકની કિંમત 61,525 છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે