Home> Business
Advertisement
Prev
Next

'ગડકરીજી આ કામ કરી બતાવો, તો ઊભો થઈને તાળી પાડીશ', જાણો કેમ કહ્યું આનંદ મહિન્દ્રાએ?

જંગલોને કાપીને જો હાઈવે બનાવવામાં આવશે તો જાનવરો બીચારા ક્યાં જશે. વિકાસ જરૂરી છે તે વાતમાં કોઈ જ બેમત નથી. પરંતુ જાનવરોના અસ્તિત્વને જોખમમાં મૂકીને આ વિકાસ કરવો તે કેટલો યોગ્ય છે. આપણે બધાએ હાઈવે પર જાનવરોને ગાડીઓ નીચે આવી જઈને મરતા જોયા છે. આવામાં સવાલ ઉઠે છે કે શું મનુષ્યો અને જાનવરો એક સાથે ન રહી શકે. શું આપણે તેમનું ઘર ઉજાડ્યા વગર આપણો વિકાસ કરી શકીએ?

'ગડકરીજી આ કામ કરી બતાવો, તો ઊભો થઈને તાળી પાડીશ', જાણો કેમ કહ્યું આનંદ મહિન્દ્રાએ?

નવી દિલ્હી: જંગલોને કાપીને જો હાઈવે બનાવવામાં આવશે તો જાનવરો બીચારા ક્યાં જશે. વિકાસ જરૂરી છે તે વાતમાં કોઈ જ બેમત નથી. પરંતુ જાનવરોના અસ્તિત્વને જોખમમાં મૂકીને આ વિકાસ કરવો તે કેટલો યોગ્ય છે. આપણે બધાએ હાઈવે પર જાનવરોને ગાડીઓ નીચે આવી જઈને મરતા જોયા છે. આવામાં સવાલ ઉઠે છે કે શું મનુષ્યો અને જાનવરો એક સાથે ન રહી શકે. શું આપણે તેમનું ઘર ઉજાડ્યા વગર આપણો વિકાસ કરી શકીએ?

fallbacks

આ દેશે કરી બતાવ્યું, કલાકોના ટ્રાફિક જામથી બચાવશે હવે આ ઉડતી કાર

આ ચર્ચા એટલા માટે છેડાઈ ગઈ છે કારણ કે પોતાની મજેદાર ટ્વિટ્સ અને મજાકીયા અંદાજ માટે જાણીતા દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ( Anand Mahindra) એ રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) ને એક અપીલ કરી છે. 

fallbacks

હકીકતમાં આનંદ મહિન્દ્રાએ નોર્વેના ડેવલપમેન્ટ અને પૂર્વ નેતા રહી ચૂકેલા એરિક સોલહીમની એક ટ્વિટ શેર કરી છે જેમાં નેધરલેન્ડના એક વાઈલ્ડલાઈફ બ્રિજની તસવીર છે. જેને ઈકોડક્ટ (ecoduct) નામ અપાયું છે. આ બ્રિજ દ્વારા જંગલોના જાનવરો હાઈવેના એક છેડાથી બીજા છેડે જઈ શકે છે તેમને રસ્તો પાર કરવા માટે હાઈવે પરથી પસાર થઈને જોખમ લેવાની જરૂર નથી. જેનાથી તેમનો જીવ પણ બચે છે અને વિકાસની ગાડીમાં બ્રેક પણ લાગતી નથી. 

Gold: સોનામાં આ રીતે રોકાણ કરશો તો ચોક્કસ થશે ધનના ઢગલા, જો જો...સોનેરી તક ન છોડતા!

આનંદ મહિન્દ્રાએ આ ટ્વિટમાં નીતિન ગડકરીને ટેગ કરતા લખ્યું કે "નીતિન ગડકરીજી જો તમે આ સ્તરના હાઈવે બનાવશો તો અમે ઊભા થઈને અભિવાદન કરીશું." જેના જવાબમાં નીતિન ગડકરીએ લખ્યું કે "અમે NH44 પર સિયોની (મધ્ય પ્રદેશ) અને નાગપુર (મહારાષ્ટ્ર) વચ્ચે એક એનિમલ કોરિડોર વિક્સિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જેના અમને સારા પરિણામ મળ્યાં છે. આગળ પણ મનુષ્ય અને જાનવરના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વના લક્ષ્યાંક તરફ વધવાનું ચાલુ રાખીશું."

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More