Home> Business
Advertisement
Prev
Next

Gautam Adani: હાઈસ્કૂલ પાસ ગૌતમ અદાણી અને ક્વોલિફાઈડ ડોક્ટર પ્રીતિ, રસપ્રદ છે તેમના લગ્નની આ કહાની!

Gautam Adani Story: દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બેશુમાર સંપત્તિના માલિક છે. મુકેશ અંબાણી બાદ તેઓ દેશના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. હાલમાં જ ગૌતમ અદાણીએ મજાકીયા અંદાજમાં પોતાના અંગત જીવન સાથે જોડાયેલા એક પહેલું વિશે લોકોને જણાવ્યું.

Gautam Adani: હાઈસ્કૂલ પાસ ગૌતમ અદાણી અને ક્વોલિફાઈડ ડોક્ટર પ્રીતિ, રસપ્રદ છે તેમના લગ્નની આ કહાની!

દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી બેશુમાર સંપત્તિના માલિક છે. મુકેશ અંબાણી બાદ તેઓ દેશના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. હાલમાં જ ગૌતમ અદાણીએ મજાકીયા અંદાજમાં પોતાના અંગત જીવન સાથે જોડાયેલા એક પહેલું વિશે લોકોને જણાવ્યું. ગૌતમ અદાણી હંમેશા પોતાની સફળતાનો શ્રેય પત્નીને આપે છે. તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે તેઓ હાઈસ્કૂલ પાસ કોલેજ ડ્રોપઆઉટ છે. પ્રીતિ ક્વોલિફાઈડ ડોક્ટર. ક્વોલિફિકેશનમાં આટલું અંતર હોવા છતાં તેમની સાથે સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈને પ્રીતિએ 'સાહસિક' નિર્ણય લીધો. તેમની સફળતામાં પ્રીતિનો ખુબ મોટો હાથ છે. તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણી સાથે  પ્રીતિ અદાણીના લગ્નનો કિસ્સો ખુબ રસપ્રદ છે. 

fallbacks

આરએન ભાસ્કરનું પુસ્તક  Gautam Adani: Reimagining Business in India માં ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણી સંલગ્ન કિસ્સાઓ અંગે જાણવા મળે છે. જે મુજબ પહેલી નજરમાં તો પ્રીતિને ગૌતમ અદાણી પસંદ પડ્યા નહતા. પણ સત્ય એ હતું કે ગૌતમ અદાણીને પ્રીતિના પિતા સેવંતીલાલે પસંદ કર્યા હતા. આ એ સમય હતો જ્યારે પ્રીતિ ડેન્ટિસ્ટનો અભ્યાસ કરતા હતા. ગૌતમ અદાણીનો અભ્યાસ જેમ તેમ કરીને ચાલ્યો જતો હતો. 

ખુબ હતો ભરોસો
પ્રીતિના પિતા સેવંતીલાલને ગૌતમ અદાણીની કાબેલિયત પર ખુબ જ ભરોસો હતો. તેમણે પુત્રીને સમજાવી. લગ્ન પહેલા બંને વચ્ચે એક ઔપચારિક મુલાકાત કરાવી. જ્યારે પીતિ સાથે ગૌતમ અદાણીની વાત થઈ તો તેમની સોચ સંપૂર્ણ બદલાઈ ગઈ. ત્યારે તેઓ લગ્ન માટે માની ગયા. ત્યારબાદ બંને 1986માં લગ્નના તાતણે બંધાઈ ગયા. 

ગૌતમ અદાણીના 60માં જન્મદિવસે પ્રીતિએ લખ્યું હતું કે 36 વર્ષથી વધુ સમય પહેલા મે મારી કરિયર છોડી દીધી હતી. ગૌતમ અદાણી સાથે એક નવી મુસાફરી શરૂ કરી હતી. આજે જ્યારે પાછી વળીને જોઉ છું તો તે વ્યક્તિ માટે ખુબ સન્માન અને ગર્વ થાય છે. તેમના 60માં જન્મદિવસે હું તેમના સારા સ્વાસ્થ્ય અને તેમના તમામ સપનાને સાકાર કરવા માટે પ્રાર્થના કરું છું. 

અત્રે જણાવવાનું કે અન્ય ઉદ્યોગપતિઓ કરતા ગૌતમ અદાણીની વાત કઈક અલગ છે કારણ કે તેમને વારસામાં સંપત્તિ મળી નહતી. તેમણે અબજોનો વેપારી સામ્રજ્ય પોતાની મહેનત અને કાબેલિયતના દમ પર ઊભું કર્યું છે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More