Home> Business
Advertisement
Prev
Next

25 વર્ષ જૂનો સંબંધ તોડશે ગૌતમ અદાણી, આખરે કેમ આવી સ્થિતિ; શું છે આગળનો પ્લાન?

Gautam Adani: વર્ષ 2024 પૂરું થાય તે પહેલા ગૌતમ અદાણીએ મોટો નિર્ણય લીધો છે. અદાણીએ 25 વર્ષ જૂના સંબંધોને તોડવાનો નિર્ણય કર્યો છે. અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે અદાણી વિલ્મરમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.

25 વર્ષ જૂનો સંબંધ તોડશે ગૌતમ અદાણી, આખરે કેમ આવી સ્થિતિ; શું છે આગળનો પ્લાન?

Adani Wilmar: વર્ષ 2024 પૂરું થાય તે પહેલા ગૌતમ અદાણીએ મોટો નિર્ણય લીધો છે. અદાણીએ 25 વર્ષ જૂના સંબંધોને તોડવાનો નિર્ણય કર્યો છે. અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે અદાણી વિલ્મરમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. અદાણી ગ્રુપે FMCG કંપની અદાણી વિલ્મરમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢ્યો છે, આ સાથે અદાણીએ 25 વર્ષ જૂના સંબંધોને તોડવાનો નિર્ણય લીધો છે. અદાણીએ નિર્ણય લીધો છે કે, હવે તે લોટ, તેલ, કઠોળ અને ચોખા જેવી કરિયાણાની વસ્તુઓનું વેચાણ નહીં કરે. પરંતુ સવાલ એ છે કે અદાણીએ આવો નિર્ણય કેમ લીધો?

fallbacks

અદાણી વિલ્મરમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચશે ગૌતમ અદાણી
અદાણી ગ્રુપે સોમવારે અદાણી વિલ્મર લિમિટેડમાં તેનો સંપૂર્ણ 44 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. આ હિસ્સો બે ભાગમાં વેચવામાં આવશે. પ્રથમ તે પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોને પહોંચી વળવા માટે 13% હિસ્સો વેચશે, ત્યાર બાદ સિંગાપોરનું વિલ્મર ગ્રુપ બાકીનો 31% હિસ્સો હસ્તગત કરશે. આ સમાચાર આવતાની સાથે જ અદાણી વિલ્મરના શેરમાં 8 ટકાનો ઘટાડો થયો હતો.

સૌથી પહેલા આ દેશમાં કરાયુ નવા વર્ષનું સ્વાગત,ન્યુઝીલેન્ડમાં ન્યુ યરની ધમાકેદાર ઉજવણી

કેટલામાં થશે આ ડીલ
અદાણી ગ્રુપને આ ડીલથી લગભગ 2 બિલિયન ડોલર એટલે કે લગભગ 17,000 કરોડ રૂપિયા મળશે. નોંધનીય છે કે, અદાણી વિલ્મર ભારતની અગ્રણી FMCG કંપની છે, જે અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત વિલ્મર ઈન્ટરનેશનલ વચ્ચે 50:50 સંયુક્ત સાહસ તરીકે કામ કરે છે. પરંતુ અદાણીના આ કંપનીમાંથી બહાર નીકળ્યા બાદ આ કંપનીમાં વિલ્મર ગ્રુપનો હિસ્સો 75 ટકા થઈ જશે. ઉલ્લેખનીય છે કે, અદાણી અને સિંગાપોરની કંપની વિલ્મરએ 1999માં આ સંયુક્ત સાહસની શરૂઆત કરી હતી.

અદાણી શું કરશે આટલા રૂપિયાનું
અદાણી આ ડીલમાંથી મળેલા 2 બિલિયન ડોલરનો ઉપયોગ તેના મુખ્ય બિઝનેસને વિસ્તારવા માટે કરશે. અદાણી એનર્જી, યુટિલિટીઝ, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ જેવી કંપનીઓમાં રોકાણ કરવા માંગે છે. અદાણી એન્ટરપ્રાઈઝ અદાણી વિલ્મરમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચવાથી મળેલા નાણાંનો ઉપયોગ કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે કરશે.

ખેડૂતોને નવા વર્ષની ભેટ, સરકારે મધ પર MEP આગામી વર્ષના ડિસેમ્બર સુધી વધારી

કેટલી મોટી છે કંપની 
તમારા ઘરમાં ફોર્ચ્યુન નામથી તેલ, રિફાઈન્ડ, લોટ અને ચોખા આવતા જ હશે. આ બ્રાન્ડ અદાણી વિલ્મરનું સંયુક્ત સાહસ ઉત્પાદન છે. અદાણી વિલ્મર 100% શહેરી કવરેજ સાથે અગ્રણી ગ્રાહક કંપની છે. તે ભારતના 30,600થી વધુ ગ્રામીણ નગરોમાં હાજરી ધરાવે છે. તે 30થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. વર્ષ 2022માં અદાણી વિલ્મરે તેનો IPO લોન્ચ કરીને ભંડોળ એકત્ર કર્યું હતું, જેનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવા અને ઉત્પાદન વધારવા માટે કરવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More