Home> Business
Advertisement
Prev
Next

Adani House: કોઈ મહેલથી ઓછું નથી ગૌતમ અદાણીનું ઘર, અબજોની છે કિંમત, એક નહીં અનેક છે બંગલા

Gautam Adani: ગૌતમ અદાણીના દેશ-વિદેશમાં અનેક ઘર છે. જેમાં ગૌતમ અદાણીનો દિલ્હીના લુટિયન્સમાં આવેલા કરોડો રૂપિયાનો બંગલો અતિ વૈભવી છે. આ ઘર ખૂબ જ શાનદાર છે. દિલ્હીનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. આ ઘરની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

Adani House: કોઈ મહેલથી ઓછું નથી ગૌતમ અદાણીનું ઘર, અબજોની છે કિંમત, એક નહીં અનેક છે બંગલા

નવી દિલ્હીઃ Adani Group: આજે દરેક વ્યક્તિ ગૌતમ અદાણીને જાણે છે, જે વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક છે. ગૌતમ અદાણીએ અબજોની સંપત્તિ કમાઈ છે. બીજી તરફ ગૌતમ અદાણી ચર્ચામાં પણ ખૂબ રહે છે.  ગૌતમ અદાણી પાસે ઘણી એવી મિલકતો છે જેમની કિંમત કરોડોમાં છે.. આજે અમે તમને ગૌતમ અદાણીના ઘર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

fallbacks

ગૌતમ અદાણીનું દિલ્હી-ગુરુગ્રામમાં ઘર
ગૌતમ અદાણીના દેશ-વિદેશમાં અનેક ઘર છે. તેમાંથી ગૌતમ અદાણીનો દિલ્હીના લુટિયન્સમાં કરોડો રૂપિયાનો બંગલો પણ છે. તે ખૂબ સરસ છે. દિલ્હીમાં અદાણીનું ઘર ઘણું મોટું છે અને લગભગ 3.4 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ બંગલામાં બેડરૂમ, ડાઇનિંગ રૂમ, સ્ટડી રૂમ ખૂબ જ વિશાળ છે. આ સિવાય ગૌતમ અદાણીનું ઘર દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં પણ છે.

આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ હાઈ, મોટી કમાણી કરાવી શકે છે આ આઈપીઓ, જાણો દરેક વિગત

ગુજરાત અને ઓસ્ટ્રેલિયામાં પણ ઘર છે
ગૌતમ અદાણી ગુજરાતના છે, તેમનો જન્મ 24 જૂન 1962ના રોજ ગુજરાતમાં થયો હતો. આવી સ્થિતિમાં ગુજરાતમાં પણ તેમનું એક ઘર છે. ગૌતમ અદાણીનો અમદાવાદમાં વિશાળ બંગલો છે. ગૌતમ અદાણીનું ઘર અમદાવાદમાં મીઠાખળી ચોકડી પાસે નવરંગપુરામાં આવેલું છે. આ ઉપરાંત ગૌતમ અદાણીના ઘર પણ વિદેશમાં છે. ગૌતમ અદાણીનો ઓસ્ટ્રેલિયાના એબોટ પોર્ટમાં પણ આલીશાન બંગલો છે. અમદાવાદમાં ખોરજ પાસે અદાણીની વિશાળ અને અધ્યતન ઓફિસ છે. 

ઘણા ક્ષેત્રોમાં અદાણીનો દબદબો
ગૌતમ અદાણીનો બિઝનેસ ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. ગૌતમ અદાની કોલસા, તેલ, ગેસ, બંદરો, મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ, પાવર જનરેશન, એવિએશન જેવા વ્યવસાયોમાં હાજરી ધરાવે છે. ફોર્બ્સની યાદી અનુસાર, 29 માર્ચ, 2023ના રોજ ગૌતમ અદાણીનું નામ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 24મા નંબરે છે. 29 માર્ચ 2023ના રોજ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $47.2 બિલિયન હતી.

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી ઘણી વસ્તુઓના ભાવ વધશે અને ઘણી વસ્તુઓ થશે સસ્તી, જુઓ લિસ્ટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More