Home> Business
Advertisement
Prev
Next

આટલા વર્ષ બાદ રિટાચર થઈ જશે ગૌતમ અદાણી, અબજોના સામ્રાજ્યની કમાન કોને મળશે? 2 પુત્ર સહિત 4 છે દાવેદાર

Gautam Adani Retirement Plan: અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાના રિટાયરમેન્ટ માટેનું પ્લાનિંગ કરી લીધુ છે. 62 વર્ષના ગૌતમ અદાણી થોડા વર્ષમાં કંપનીની કમાન આવનારી પેઢીને સોંપીને રિટાયરમેન્ટની તૈયારી કરી રહ્યા છે. બ્લૂમબર્ગ સાથે ઈન્ટરવ્યુમાં ગૌતમ અદાણીએ પોતાના રિટાયરમેન્ટના પ્લાનિંગની વાત કરી.

આટલા વર્ષ બાદ રિટાચર થઈ જશે ગૌતમ અદાણી, અબજોના સામ્રાજ્યની કમાન કોને મળશે? 2 પુત્ર સહિત 4 છે દાવેદાર

અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાના રિટાયરમેન્ટ માટેનું પ્લાનિંગ કરી લીધુ છે. 62 વર્ષના ગૌતમ અદાણી થોડા વર્ષમાં કંપનીની કમાન આવનારી પેઢીને સોંપીને રિટાયરમેન્ટની તૈયારી કરી રહ્યા છે. બ્લૂમબર્ગ સાથે ઈન્ટરવ્યુમાં ગૌતમ અદાણીએ પોતાના રિટાયરમેન્ટના પ્લાનિંગની વાત કરી. તેમના પ્લાન પ્રમાણે તેઓ વર્ષ 2020 સુધીમાં કંપનીની કમાન પુત્રો અને ભત્રીજાઓને સોંપી દેશે. ગૌતમ અદાણીએ 70 વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરી લીધુ છે. 

fallbacks

કેમ જલદી રિટાયરમેન્ટ લઈ રહ્યા છે?
ગૌતમ અદાણીએ પોતાનો રિટાયરમેન્ટ પ્લાન તૈયાર કરી લીધો છે. હાલ તેઓ 62 વર્ષના છે અને 70 વર્ષ સુધી કામ કરવા માંગે છે. બ્લૂમબર્ગ સાથે ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે તેઓ વર્ષ 2030 સુધી અદાણી સમૂહના ચેરમેનની ખુરશી છોડી દેશે. તેમના રિટાયરમેન્ટ બાદ કંપનીની જવાબદારી તેમના બંને પુત્રો અને બે ભત્રીજાઓ પર હશે. રિપોર્ટમાં કહેવાયું છે કે જ્યારે અદાણી રિટાયર થશે તો તેમના ચાર વારસદાર- પુત્ર કરણ અદાણી અને જીત અદાણી ઉપરાંત તેમના ભત્રીજા પ્રણવ અને સાગર અદાણી પરિવારના ટ્રસ્ટના બરાબર લાભાર્થી હશે. 

ગૌતમ અદાણી બાદ કોના હાથમાં સમૂહની કમાન?
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ કંપનીઓમાં કોની કઈ જવાબદારી રહેશે તેના માટે એક ગોપનીય સમજૂતિ થશે. જેમાં અદાણી સમહૂની કંપનીઓમાં ભાગીદારી અને વારસદારો વચ્ચે ટ્રાન્સફરની સંપૂર્ણ માહિતી સામેલ હશે. અત્રે જણાવવાનું કે હાલમાં ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી એ અદાણી પોર્ટના મેનેજિંગ ડાયરેક્ટર છે. જ્યારે નાના પુત્ર જીત અદાણી અદાણી એરપોર્ટ્સના ડાયરેક્ટર છે. બીજી બાજુ પ્રણવ અદાણી અદાણી એન્ટરપ્રાઈઝના ડાયરેક્ટર છે જ્યારે સાગર અદાણી અદાણી ગ્રીનના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર છે. 

અદાણી ગ્રુપની ખુરશી કોની?
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ગૌતમ અદાણીના રિટાયરમેન્ટ બાદ અદાણી સમૂહના ચેરમેનની ખુરશી પર કોણ બેસશે તે અંગે સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. પરંતુ રિપોર્ટ મુજબ કરણ અદાણી અને પ્રણવ અદાણી તેના સૌથી પ્રબળ દાવેદાર હશે. ગૌતમ અદાણીએ કહ્યું કે કારોબારની સ્થિરતા માટે ઉત્તરાધિકાર ખુબ મહત્વપૂર્ણ છે. મે વિકલ્પ બીજી પેઢી પર છોડી દીધો છે. કારણ કે પરિવર્તન જૈવિક, ક્રમિક, અને ખુબ વ્યવસ્થિત હોવું જોઈએ.  ગૌતમ અદાણીના રિટાયરમેન્ટ બાદ સંકટ કે પ્રમુખ રણનીતિઓની સ્થિતિમાં સંયુક્ત નિર્ણય લેવાનું ચાલું રખાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More