Home> Business
Advertisement
Prev
Next

Indian Economy ના આવ્યા 'અચ્છે દિન'! પ્રથમ ક્વાર્ટરમાં રેકોર્ડ 20.1% GDP ગ્રોથ

લાંબા સમયથી કથળી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હવે સુધરતી જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2021-22 ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીના આંકડા આવી ચુક્યા છે. પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) નો ગ્રોથ રેટ રેકોર્ડ 20.1 ટકા રહ્યો છે

Indian Economy ના આવ્યા 'અચ્છે દિન'! પ્રથમ ક્વાર્ટરમાં રેકોર્ડ 20.1% GDP ગ્રોથ

નવી દિલ્હી: લાંબા સમયથી કથળી રહેલી ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હવે સુધરતી જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2021-22 ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીના આંકડા આવી ચુક્યા છે. પ્રથમ ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) નો ગ્રોથ રેટ રેકોર્ડ 20.1 ટકા રહ્યો છે. આ શાનદાર આંકડા કહી રહ્યો છે કે કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર (Central Government) માટે GDP પર સારા સમાચાર છે. GDP કોઈપણ દેશના આર્થિક સ્વાસ્થ્યને માપવા માટે સૌથી સચોટ માપ છે.

fallbacks

GDP પર સારા સમાચાર
કેન્દ્ર સરકારે (Central Government) ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 ના પ્રથમ ક્વાર્ટરના જીડીપી (GDP) પરિણામો જાહેર કર્યા છે. આ મુજબ, પ્રથમ ક્વાર્ટરમાં GDP નો ગ્રોથ રેટ રેકોર્ડ 20.1 ટકા છે. જ્યારે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં નેગેટિવ 23.9 ટકા જીડીપી ગ્રોથ રેટ હતો. એટલે કે આ વખતે આંકડા અર્થતંત્રની (Indian Economy) સ્થિતિ સુધારવા તરફ આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો:- ત્રીજી લહેરની એન્ટ્રી? મુંબઈમાં બાળકો અને ટીનેજર્સમાં કોરોનાના કેસ જંગી વધારો

RBI એ આપ્યો આ અંદાજ
આ પહેલા આરબીઆઈએ (RBI) એપ્રિલ-જૂન 2021 ક્વાર્ટર માટે જીડીપી (GDP) ગ્રોથ 21.4 ટકાનો અંદાજ મૂક્યો હતો. તે જ સમયે, એસબીઆઇના (SBI) ઈકોરેપ (Ecowrap) રિસર્ચ રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં દેશનો જીડીપી 18.5 ટકાના દરે વધી શકે છે. એટલે કે, આ આંકડો આરબીઆઈના અંદાજથી થોડો ઓછો છે. જો કે, જીડીપીમાં તીવ્ર સુધારા સાથે અર્થવ્યવસ્થા પાટા પર આવી જવાના સંકેતો છે.

આ પણ વાંચો:- પીએમ કિસાન યોજનામાં પતિ-પત્ની બંનેને મળી શકે છે 6000 રૂપિયા? જાણો આ છે નિયમ

કોરોના વાયરસના કારણે કથળી અર્થવ્યવસ્થા
ખરેખર, કોરોના સંકટને કારણે ભારતીય અર્થતંત્ર કથળી ગયું હતું. નાણાકીય વર્ષ 2020-21 ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો થયો, જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં તે માત્ર 0.4 ટકા હતો. જ્યારે ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ) જીડીપી ગ્રોથ રેટ 1.6 ટકા નોંધાયો હતો. આ રીતે, નાણાકીય વર્ષ 2020-21 માટે એકંદર જીડીપી ગ્રોથ રેટ -7.3 ટકા હતો. એટલે કે, હવે એમ કહી શકાય કે જીડીપીનો આ આંકડો ભારતીય અર્થતંત્રના 'અચ્છે દિન' તરફ આગળ વધતો જણાય છે.

આ પણ વાંચો:- આ છે દેશની ટોપ પાંચ ધનિક મહિલા, જાણો કેટલી છે તેમની નેટવર્થ

ગત વર્ષે Q1 માં GDP ઘટ્યો હતો
Q1 GDP ગ્રોથ -24.4% થી વધીને 20.1% (YoY)
Q1 GVA ગ્રોથ -22.4% થી વધીને 18.8% (YoY)
Q1 ફાર્મ સેક્ટર ગ્રોથ 3.5% થી 4.5% (YoY)
Q1 માઇનિંગ સેક્ટર ગ્રોથ -17.2% થી 18.6% (YoY)
Q1 મેન્યુફેક્ચરિંગ સેક્ટર ગ્રોથ -36% થી 49.6% (YoY)
Q1 કન્સ્ટ્રક્શન સેક્ટર ગ્રોથ -49.5% થી 68.3% (YoY)
Q1 નોમિનલ GDP ગ્રોથ -22.3% થી વધીને 31.7% (YoY)
Q1 સર્વિસ સેક્ટર ગ્રોથ -21.5% થી 11.4% (YoY)
Q1 ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર ગ્રોથ -35.8% થી વધીને 46.1% (YoY)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More