Home> Business
Advertisement
Prev
Next

અમેરિકામાં આ ભારતીય મહિલાએ રચ્યો ઇતિહાસ, સૌથી મોટો કંપનીમાં બનશે CFO

વૈશ્વિક કોર્પોરેટ જગતમાં વધુ એક ભારતીય મહિલા ઇતિહાસ રચવાની નજીક છે. દિવ્યા સૂર્યદેવડા દુનિયાની સૌથી મોટી કંપનીના CFO (મુખ્ય નાણાકીય અધિકારી)નું પદ સંભાળશે. જનરલ મોટર્સ (GM) એ ભારતીય કોર્પોરેટ દિવ્યા સૂર્યદેવડાને આ જવાબદારી સોંપી છે.

અમેરિકામાં આ ભારતીય મહિલાએ રચ્યો ઇતિહાસ, સૌથી મોટો કંપનીમાં બનશે CFO

નવી દિલ્હી: વૈશ્વિક કોર્પોરેટ જગતમાં વધુ એક ભારતીય મહિલા ઇતિહાસ રચવાની નજીક છે. દિવ્યા સૂર્યદેવડા દુનિયાની સૌથી મોટી કંપનીના CFO (મુખ્ય નાણાકીય અધિકારી)નું પદ સંભાળશે. જનરલ મોટર્સ (GM) એ ભારતીય કોર્પોરેટ દિવ્યા સૂર્યદેવડાને આ જવાબદારી સોંપી છે. દિવ્યા ફિલવક્ત કંપનીના કોર્પોરેટ ફાયનાન્સ વિભાગની ઉપાધ્યક્ષ છે. તે 1 સપ્ટેમ્બર 2018ના રોજ પદભાર ગ્રહણ કરશે. જનરલ મોટર્સ અમેરિકાની નંબર 1 કંપની છે.

fallbacks

39 વર્ષીય દિવ્યાએ જીએમના ઘણા મોટા તથા મહત્વપૂર્ણ સોદામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેનાથી કંપનીના પુનગઠનની પ્રક્રિયાને ખૂબ મજબૂતી મળી શકે છે. તેમાં કંપનીની યૂરોપીય એકમનો મામલો હોય કે પછી ક્રૂઝના અધિગ્રહણનો. બંને સોદા કંપની માટે મહત્વપૂર્ણૅ હતા. તેમની ભૂમિકામાં જ જાપાનના સોફ્ટ બેંકે કંપનીમાં 2.25 અરબ ડોલરનું રોકાણ કર્યું.

HDFC એકાઉન્ટ હોલ્ડર માટે જરૂરી સમાચાર, બેંકે ગ્રાહકોને આપી જાણકારી  

13 વર્ષથી કંપની સાથે 
ડેટ્રોયલ સ્થિત કંપનીમાં દિવ્યા 13 વર્ષથી કામ કરી રહી છે. તેમણે કંપનીની રેટિંગ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેનાથી કંપનીની ક્રેડિટ સુધારી વધારીને 14.5 અરબ ડોલર પર પહોંચી ગઇ. જુલાઇ 2017માં તેમણે કંપનીના કોર્પોરેટ ફાયનાન્સ વિભાગના ઉપાધ્યક્ષ બનાવ્યા. આ સાથે જ તેમને રોકાણકારોને પ્રોત્સાહનની જવાબદારી પણ સોંપવામાં આવી. 2016માં તેમને ઓટોમોટિવ ક્ષેત્રની 'રાઇઝિંગ સ્ટાર'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ભારતમાં કોલેજનો અભ્યાસ પુરો કર્યા બાદ દિવ્યા અમેરિકા જતી રહી હતી. તે સમયે તે 22 વર્ષની હતી. તેમણે ત્યાં જઇને હાર્વર્ડમાં અભ્યાસ કર્યો. પહેલી નોકરી યૂબીએસમાં મળી હતી. તેના એક વર્ષ બાદ તે જીએમમાં આવી ગઇ. 

ન્યૂયોર્કમાં રહે છે પરિવાર
ઇકોનોમિક્સ ટાઇમ્સના સમાચાર અનુસાર દિવ્યાનો પરિવાર (પતિ અને પુત્રી) ન્યૂયોર્કમાં રહે છે. જ્યારે પરિવાર સાથે મળવાનું થાય છે તો તે ડેટ્રોયટથી ન્યૂયોર્ક આવે છે. દિવ્યાને નવી જવાબદારી ચક સ્ટીવેંસની નિવૃતિ સાથે મળી. સ્ટીવેંસ જીએમ સાથે ગત 40 વર્ષથી કામ કરી રહ્યા હતા. તે જાન્યુઆરી 2014માં સીએફઓ બન્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More