Home> Business
Advertisement
Prev
Next

Facebookને જોઈએ છે 20,000 કન્ટેન્ટ મોડરેટર્સ! પગાર 4 લાખ રૂપિયા

કન્ટેન્ટ મોડરેટર્સની ભરતી કરવા માટે બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (BPM) કંપની જેનપેક્ટે ફેસબુકનો કન્ટેન્ટ મેનેજમેન્ટ સર્વિસ કોન્ટ્રાક્ટ લીધો હતો.

Facebookને જોઈએ છે 20,000 કન્ટેન્ટ મોડરેટર્સ! પગાર 4 લાખ રૂપિયા

નવી દિલ્હી: સોશિયલ મીડિયાનું મોટું પ્લેટફોર્મ ગણાતા ફેસબુકે તાજેતરમાં આતંકવાદ સંબંધિત અને અશ્લીલ કન્ટેન્ટ હટાવવા માટે 20,000 કન્ટેન્ટ મોડરેટર્સની નિયુક્તિઓની વાત કરી હતી. હવે વેબસાઈટે કન્ટેન્ટ મોડરેટર્સની ભરતી માટે કવાયત શરૂ કરી  દીધી છે. હજારો ગ્રેજ્યુએટ ઉમેદવારોએ આ નોકરી મેળવવા માટે અરજી કરી છે. 

fallbacks

અનેક ભાષાઓમાં કરાઈ રહી છે ભરતીઓ
કન્ટેન્ટ મોડરેટર્સની ભરતી કરવા માટે બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ (BPM) કંપની જેનપેક્ટે ફેસબુકનો કન્ટેન્ટ મેનેજમેન્ટ સર્વિસ કોન્ટ્રાક્ટ લીધો હતો. કંપની તરફથી પંજાબી, મરાઠી, તામિલ, કન્નડ, ઓડિસી, અને નેપાળી સહિત અનેક ભાષાઓમાં કન્ટેન્ટ મોડરેટર્સને હાયર કરવામાં આવી રહ્યાં છે. જેનપેક્ટ તરફથી ઓનલાઈન એમ્પ્લોયમેન્ટના માધ્યમથી તેની વેકેન્સી કાઢવામાં આવી હતી. ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત એક ખબર મુજબ આ વેકેન્સીઓ માટે ઓગસ્ટથી વોક ઈન ઈન્ટરવ્યુંનું આયોજન થયું છે. 

કન્ટેન્ટ અને વીડિયો મોનિટર અને મોડરેટ કરાશે

અહેવાલ મુજબ નિયુક્ત કરાયેલા લોકો ફેસબુક પર યુઝર તરફથી પોસ્ટ કરાયેલા કન્ટેન્ટ અને વીડિયોને મોનીટર અને મોડરેટ કરશે. આ મોડરેટ્સે સેક્સ્યુઅલ અસોલ્ટ, ટેરરિઝમ, બાળકોના શારીરિક શોષણ, લાઈવ સ્યુસાઈડ વીડિયો અને હિંસાત્મક કન્ટેન્ટને લઈને અસહજ થવાનું રહેશે નહીં. કંપની તરફથી કન્ટેન્ટ મોડરેટર્સને 2.5 લાખથી 4 લાખ રૂપિયાની સેલરી વાર્ષિક ઓફર કરાઈ રહી છે. સેલરી ઉપરાંત મંથલી ઈન્સેન્ટિવ પણ મળવાની જોગવાઈ છે. 

જેનપેટ તરફથી અપાયેલી જાહેરખબરમાં એ સ્પષ્ટ કરાયું નથી કે આ ભરતીઓ ફેસબુક માટે કરાઈ રહી છે. પરંતુ કંપની આ નિયુક્તિ હૈદરાબાદમાં કરી રહી છે. અહીં જ ફેસબુકની ઓફિસ છે. અત્ર જણાવવાનું કે ફેસબુક પોતે પણ કન્ટેન્ટ મોડરેટર્સને હાયર કરે છે. 50થી વધુ ભાષાઓમાં પોસ્ટ્સને મોનિટર કરવા માટે ફેસબુક આઉટ સોર્સિંગ પણ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More