Home> Business
Advertisement
Prev
Next

Gold Price Today: સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, એક ઝટકે ભાવમાં બંપર વધારો, જાણો કેરેટ પ્રમાણે ભાવ

Latest Gold Rate: સોનામાં આજે ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાંદી પણ સામાન્ય ચમકી છે. લાજવાબ રોકાણ રિટર્ન આપી રહેલું સોનું જો કે હાલ ખરીદવું હોય તો હાજા ગગડાવી નાખે તેવા ભાવ જોવા મળી રહ્યા છે. 

Gold Price Today: સોનાના ભાવમાં આગ ઝરતી તેજી, એક ઝટકે ભાવમાં બંપર વધારો, જાણો કેરેટ પ્રમાણે ભાવ

સોના અને ચાંદીના ભાવમાં તેજી પાછી ફરી રહી છે. ગુરુવારે સોનાના ભાવમાં તેજી જોવા મળી. જેનું કરાણ મીડલ ઈસ્ટમાં વધતો તણાવ અને નબળો ડોલર રહ્યા. આ ઉપરાંત અમેરિકાની અપેક્ષાથી નરમ મોંઘવારી દરે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કાપની આશાને પ્રોત્સાહન આપ્યું. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ 0.7% ના વધારા સાથે પ્રતિ ઔંસ $3,375.06 પર પહોંચી ગયા.(0343 GMT સુધી). જ્યારે અમેરિકી ગોલ્ડ ફ્યૂચર્સ 1.5% ચડીને  $3,395 પર ટ્રેડ થઈ રહ્યું હતું. 

fallbacks

વાત જાણે એમ છે કે અમેરિકી ડોલર ઈન્ડેક્સ લગભગ બે મહિનાના નીચલા સ્તરે આવી ગયો. જેનાથી ડોલરમાં કિંમતવાળા સોનાની ખરીદી વિદેશી રોકાણકારો માટે વધુ એટ્રેક્ટિવ રહી. 

MCX પર કેટલી તેજી
MCX પર સવારે સવા દસ વાગ્યાની આસપાસ ગોલ્ડ ફ્યૂચર 1274 રૂપિયાની તેજી સાથે જોવા મળ્યું હતું. તેનો ભાવ 97,978 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. કાલે તે 96,704 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે ચાંદી આ દરમિયાન 760 રૂપિયાના વધારા સાથે 1,06,152 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી. જે કાલે 10,05,392 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

આજના રિટેલ બજારના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 929 રૂપિયાનો વધારો જોવા મળ્યો અને ભાવ 97,164 રૂપિયા પર પહોંચ્યો જે કાલે 96,235 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે ચાંદી 454 રૂપિયાના વધારા સાથે 1,05,948 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 1,05,494 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

કેરેટ              ભાવ (1 ગ્રામ)

24 KT(999)      9,716
22 KT              9,483
20 KT              8,648
18 KT              7,870
14 KT              6,267

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More