Home> Business
Advertisement
Prev
Next

1959 માં આટલા રૂપિયામાં મળતું હતું 1 તોલો સોનું, 63 વર્ષ જૂનું બિલ વાયરલ

Gold Bill: થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર રેસ્ટોરન્ટનું બિલ, બુલેટ મોટરસાઇકલનું બિલ અને વીજળીનું બિલ થઈ રહ્યું છે. ત્યારબાદ હવે સોનાના દાગીનાનું 1959નું બિલ વાયરલ થઈ રહ્યું છે.

1959 માં આટલા રૂપિયામાં મળતું હતું 1 તોલો સોનું, 63 વર્ષ જૂનું બિલ વાયરલ

Gold Jewellery Bill of 1959: સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવા વર્ષમાં સોનાનો ભાવ ફરી એકવાર રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયો છે. ઓગસ્ટ 2020 માં સોનાએ 56,200 રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો હતો. મંગળવારે બંધ થયેલા ટ્રેડિંગ સેશનમાં સોનું 55,581 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું હતું. આગામી સમયમાં સોનાનો ભાવ રૂ. 62000 સુધી જવાની આશા છે. એટલું જ નહીં, ચાંદીની કિંમત 80,000 રૂપિયા પ્રતિ કિલોના સ્તર સુધી જઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આઝાદી સમયે કે પછી સોનાની કિંમત શું હશે?

fallbacks

જ્વેલરીનું 1959બિલ થઈ રહ્યું છે વાયરલ
થોડા દિવસો પહેલાં રેસ્ટોરન્ટનું બિલ, બુલેટ મોટરસાઇકલનું બિલ અને વીજળીનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ત્યારબાદ હવે સોનાના દાગીનાનું 1959 નું બિલ વાયરલ થઈ રહ્યું છે. 63 વર્ષ જૂના આ બિલને જોતા ખબર પડે છે કે ખરીદનારે સોના અને ચાંદી બંનેના દાગીના ખરીદ્યા છે. છ દાયકાથી વધુ જૂના આ બિલને જોતાં અને તેમાં લખેલા સોના અને ચાંદીના ભાવને જોવા માટે યૂઝર્સ ખૂબ જ ઉત્સુક છે.

આ પણ વાંચો: બિલ્ડર તમને પઝેશન માટે લાંબો સમય સુધી ના જોવડાવી શકે રાહ : તમે હકથી માગી શકો છો વળતર
આ પણ વાંચો: જો આ અથાણું રોજ ખાશો તો ઘોડા જેવી તાકત આવશે! પુરુષોનો વધશે પાવર
આ પણ વાંચો: Viral: અનોખું ટુરિસ્ટ પ્લેસ જ્યાં છોકરીઓ ઉતારી દે છે પોતાના અંડરગાર્મેંટ્સ?

72 વર્ષ પહેલા 99 રૂપિયા હતો સોનાનો ભાવ
આઝાદી સમયે 1950માં સોનાનો ભાવ 99 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તેના નવ વર્ષના બિલ પર નજર કરીએ તો ખબર પડે છે કે તે સમયે સોનું 113 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતું. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં એક વર્ષ પછી સોનાનો ભાવ 112 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હોવાનું કહેવાય છે. 1970માં આ દર વધીને 184.50 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો.

909 રૂપિયાનું કુલ બિલ 
વાયરલ થઇ રહેલા 1959ના આ બિલમાં 621 રૂપિયા અને 251 રૂપિયાના સામાનનો ઉલ્લેખ છે. આ સિવાય ચાંદીના 12 રૂપિયા અને અન્ય વસ્તુઓના 9 રૂપિયા છે. કુલ બિલ 909 રૂપિયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ બિલની હાલત પણ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. આ બિલમાં ટેક્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તે સંપૂર્ણપણે હાથથી લખાયેલું છે.

આઝાદીથી લઇને અત્યાર સુધીના સોનાના ભાવ
1950-99 રૂપિયા  પ્રતિ 10 ગ્રામ
1960-112 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
1970-184.5 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
1980-1330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
1990-3200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
2000-4400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
2010-18,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
2020-56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
2022-55000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
(Source: TaxGuru.in)

આ પણ વાંચો: આ મોડલ છે કે ઢીંગલી, મહિને કમાઇ છે 1 કરોડથી વધુ, કરે છે આ કામ
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PMVVY:નવા વર્ષે સરકાર આપી રહી છે 72 હજાર રૂપિયા, જાણો શું છે અરજી કરવાની રીત?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More