Home> Business
Advertisement
Prev
Next

Gold Silver Price: પાછલા સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો શું છે કિંમત

દેશમાં પાછલા સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 
 

Gold Silver Price: પાછલા સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો શું છે કિંમત

નવી દિલ્હીઃ પાછલા સપ્તાહે છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે 4 જૂન, 2021 વાયદા સોનાની કિંમત (Gold Price)  એમસીએક્સ એક્સચેન્જ પર 11 રૂપિયાના વધારા સાથે 46,737 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. તો પાંચ ઓગસ્ટ 2021 વાયદા સોનાનો ભાવ શુક્રવારે 36 રૂપિયાના વધારા સાથે 47,051 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. પાછલા સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં સારો એવો ઘટાડો થયો છે. આવો વિસ્તારથી જાણીએ. 

fallbacks

પાછલા સપ્તાહે સોનાના ભાવમાં થયો ઘટાડો
પાછલા સપ્તાહે સોનાના ભાવમાં સારો એવો ઘટાડો થયો છે. પાછલા સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવાર 26 એપ્રિલે એમસીએક્સ પર ચાર જૂન, 2021 વાયદાના સોનાનો ભાવ  47,604 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો, તેનાથી પાછલા સત્રમાં આ સોનાની કિંમત 47532 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે સોનાના ભાવમાં પાછલા સપ્તાહે 795 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. 

આ પણ વાંચોઃ Investment Tips: નાનું-નાનું રોકણ કરીને પણ કરી શકાય છે મોટી બચત, રોકાણ કરતા પહેલાં આટલું જાણી લો

ચાંદીમાં પણ થયો ઘટાડો
પાછલા સપ્તાહે ચાંદીની કિંમત (Silver Price) માં પણ ઘટાડો નોંધાયો છે. પાછલા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે પાંચ જુલાઈ, 2021 વાયદા ચાંદીની કિંમત એમસીએક્સ પર 271 રૂપિયાના ઘટાડા સાથે 68,366 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ ચાંદીની કિંમત સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવાર 26 એપ્રિલે એમસીએક્સ પર 69944 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. તેનાથી પાછલા સત્રમાં તે 69,834 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે ચાંદીના ભાવમાં પાછલા સપ્તાહે 1468 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો ઘટાડો થયો છે. 

વૈશ્વિક બજારમાં સોનું
પાછલા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે વૈશ્વિક સ્તર પર સોનાની વાયદા અને હાજર બન્ને કિંમતો (Global Gold Price) ઘટાડા સાથે બંધ થઈ હતી. બ્લૂમબર્ગ અનુસાર શુક્રવારે સોનાની વૈશ્વિક વાયદા ભાવ કોમેક્સ પર 0.60 અમેરિકી ડોલરના ઘટાડા સાથે 1,767.70 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. આ સિવાય સોનાનો વૈશ્વિક હાજર ભાવ શુક્રવારે 3.05 ડોલરના ઘટાડા સાથે  1,769.13 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More