Home> Business
Advertisement
Prev
Next

Gold Price Today, 15 December 2020: કિંમતમાં સતત ઘટાડા બાદ હવે આજે મોંઘુ થયું સોનું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Price Today 15 December 2020: MCX પર સોનાનો ફેબ્રુઆરી વાયદો સોમવારે 49 હજાર રૂપિયાની નીચે 48939 પર બંધ થયો હતો. પરંતુ આજે આપનિંગમાં 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જોવા મળ્યો. હાલ ગોલ્ડમાં 110 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. 

Gold Price Today, 15 December 2020: કિંમતમાં સતત ઘટાડા બાદ હવે આજે મોંઘુ થયું સોનું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

નવી દિલ્હી : Gold Price Today 15 December 2020: MCX પર સોનાનો ફેબ્રુઆરી વાયદો સોમવારે 49 હજાર રૂપિયાની નીચે 48939 પર બંધ થયો હતો. પરંતુ આજે આપનિંગમાં 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જોવા મળ્યો. હાલ ગોલ્ડમાં 110 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. 

fallbacks

ટ્રેનની સાઇડ લોઅર બર્થની ડિઝાઇનમાં થયો ફેરફાર, હવે મુસાફરોની કમર દુખશે નહી

ચાંદીમાં પણ સામાન્ય તેજી જોવા મળી રહી છે. MCX પર ચાંદીનો માર્ચ વાયદો લગભગ 200 રૂપિયાની મજબૂતાઈ સાથે 63660 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. સોનાએ આ વર્ષે 57100 ની મહત્તમ સપાટીને પણ સ્પર્શ કર્યો હતો. જેના પ્રમાણમાં સોનું પોતાના મહત્તમ સ્તરથી 7000 રૂપિયા કરતા પણ વધુ સસ્તુ જોવા મળી રહ્યું છે. 

શું 1 જાન્યુઆરી બાદ UPI પેમેન્ટ્સ પર ચાર્જ લાગશે? ખાસ જાણો જવાબ...નહીં તો ભરપેટ પસ્તાશો

મેટ્રો શહેરમાં સોના ચાંદીના ભાવ
ચાર મેટ્રો શહેરમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ શું છે તે Goodreturns.in મુજબ આ પ્રમાણે છે. 

10 ગ્રામ સોનાનો ભાવ

શહેર         સોનાનો ભાવ 
દિલ્હી           52,320
મુંબઈ           49,160
કોલકાતા        51,550
ચેન્નાઈ          50,320

હવે ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો Goodreturns.in પ્રમાણે આ મુજબ છે.

એક કિલો ચાંદીનો ભાવ

શહેર          ચાંદીનો ભાવ 
દિલ્હી            63210
મુંબઈ            63210
કોલકાતા        63210
ચેન્નાઈ            67100

સોના ચાંદીની કિંમતો પર દબાણ કેમ?
દુનિયાભરમાં સોના અને ચાંદીની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે. જો કે જે પણ વધારો છે તે પણ એટલો નથી. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે અમેરિકામાં કોરોનાનું રસીકરણ શરૂ થઈ ગયું છે. જેથી રિસ્ક સેન્ટીમેન્ટ્સ સુધર્યા છે. રૂપિયાની મજબૂતાઈ અને ઈક્વિટી માર્કેટમાં ચાલી રહેલી રેલીથી સોના ચાંદીના ભાવો પર દબાણ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More