Home> Business
Advertisement
Prev
Next

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરવાની ઉત્તમ તક

મોતીલાલ ઓસવાલના કિશોર નરાને પ્રમાણે જો તમે લાંબા સમય સુધી સોનામાં રોકાણ કરવા ઈચ્છે છો તો આ સારી તક છે. 2021ના અંતમાં સોનું 65000 રૂપિયાના લેવલ સુધી પહોંચવાની સંપૂર્ણ સંભાવના છે. 
 

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરવાની ઉત્તમ તક

નવી દિલ્હીઃ સોનાના ભાવમાં (gold price today) બુધવાર 9-9-2020ના બજાર ખુલવાની સાથે ઘટાડો જોવા મળ્યો હતો. સવારના સમયે સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર લગભગ 207 રૂપિયાના ઘટાડા સાથે 51146.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. ચાંદી 540.00 રૂપિયાના ઘટાડા સાથે  67954.00 રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહ્યું હતું. 

fallbacks

વીએન વૈદ્ય એન્ડ એસોસિએટ્સ (B.N. Vaidya and Associates)ના ભાર્ગવ વૈદ્ય (Bhargava Vaidya) પ્રમાણે આ સમયે સોનાનો ભાવ જે રીતે ચાલી રહ્યો છે, તેમાં રોકાણકારોને એન્ટ્રી કરવાની સારી તક છે. આ સ્તર પર રોકાણ કરવાથી સોનામાં રોકાણકારોને સારૂ રિટર્ન મળશે. જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં સોનું નથી અથવા ઓછું છે તો તેણે સોનામાં રોકાણ વધારવું જોઈએ. 

મોતીલાલ ઓસવાલના કિશોર નરાને પ્રમાણે જો તમે લાંબા સમય સુધી સોનામાં રોકાણ કરવા ઈચ્છે છો તો આ સારી તક છે. 2021ના અંતમાં સોનું 65000 રૂપિયાના લેવલ સુધી પહોંચવાની સંપૂર્ણ સંભાવના છે. 

જીયો પ્લેટફોર્મ બાદ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડનું રોકાણ કરશે સિલ્વર લેક  

સોનામાં રોકાણ કરતા સમયે રાખો ધ્યાન
ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું ચલણ વધ્યા બાદ લોકોએ કેશમાં સોનું ખરીદવાનું ઓછું કર્યું છે. ડિજિટલ માધ્યમથી પણ સોનું ખરીદી શકાય છે. એટલે તમે સોનાનું પેમેન્ટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઈન્ટરનેટ બેન્કિંગથી કરી શકો છો. પરંતુ જીએસટી લાગૂ થયા બાદ સોનાની ખરીદી પર ગ્રાહકે 3 ટકા ટેક્સ ચુકવવો પડે છે. આ ટેક્સ મેકિંગ ચાર્જ પર પણ લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More