નવી દિલ્હીઃ સોના તથા ચાંદીની હાજર કિંમતોમાં ગુરૂવારે ઘટાડો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાના ભાવમાં 369 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી શહેરમાં સોનાનો ભાવ 48,388 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો છે. તેના પાછલા સત્રમાં સોનાનો બંધ ભાવ 48,757 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો હતો. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે વૈશ્વિક સ્તર પર ભાવ ઘટવાને કારણે દિલ્હીમાં ગુરૂવારે સોના તથા ચાંદીની હાજર કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય રાજધાનીમાં ચાંદીની કિંમત (Silver Price in Delhi)
સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં ચાંદીની કિંમતમાં પ્રતિ કિલોએ 390 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે ચાંદીની કિંમત 64,534 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી ગઈ છે. તેના પાછલા સત્રમાં એટલે કે બુધવારે ચાંદીની કિંમત 64924 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
આ પણ વાંચોઃ દુનિયાના કયા દેશ પાસે છે કેટલું સોનું, જાણો ભારતનો નંબર
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનું મૂલ્ય ઘટાડા સાથે 1842 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજીતરફ ચાંદીની કિંમત 25.21 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી હતી. વિશ્લેષકો પ્રમાણે કોરોના વાયરસની વેક્સિનને લઈને હાલમાં થયેલી પ્રગતિથી ઇકોનોમિક રિકવરીની આશાને બળ મળ્યું છે અને આ કારણે સોના તથા ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે.
વાયદા બજારમાં સોનાનો ભાવ (Gold Price in Futures Market)
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફેબ્રુઆરીમાં ડિલિવરી વાળા સોનાનો ભાવ 495 રૂપિયાના ઘટાડા સાથે 48,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ રીતે એપ્રિલમાં ડિલિવરી વાળા સોનાનો ભાવ 491 રૂપિયાના ઘટાડા સાથે 48,794 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃ Tesla ની ભારતમાં એન્ટ્રી, આ દમદાર કાર મોડલ સૌથી પહેલા થશે લોન્ચ!, PHOTOS
ચાંદીની વાયદા કિંમત (Silver Price in Futures Market)
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર માર્ચ, 2021માં ડિલિવરી વાળી ચાંદીની કિંમત 924 રૂપિયા એટલે કે 1.40 ટકાના ઘટાડા સાથે 65,097 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાલી રહી હતી. તેના પાછલા સત્રમાં માર્ચ 2021ના વાયદા વાળી ચાંદીની કિંમત 66,021 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે