Home> Business
Advertisement
Prev
Next

Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવ

Gold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ. જો તમે પણ સોનું ખરીદવા માગો છો તો આ તમારા માટે ચાન્સ છે. 

Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવ

Gold-Silver Price Today, 22 April 2024: છેલ્લાં કેટલાંક સમયથી સોનાનો ભાવ સતત આસમાને પહોંચી રહ્યો હતો. જેને પગલે સામાન્ય માણસની તાકાતથી સોનું ખુબ દૂર જતુ રહ્યું હતું. જોકે, આજે સવારથી જ સોનાના ભાવ ગગડ્યા છે. જેને કારણે સોનું ખરીદવા માંગતા લોકો માટે આ એક ગોલ્ડન તક છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે બેસ્ટ છે. અહીં વાત મૂહુર્તની નથી પણ વાત ભાવની છે, આજે સોનાના બજાર ભાવ ઘટ્યા છે જેથી તમે સસ્તામાં સોનું ખરીદી શકો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું (mcx gold price) સસ્તું થયું છે.

fallbacks

આજનો દિવસ તમારા માટે યોગ્ય

મધ્ય પૂર્વમાં ઘટેલા તણાવને કારણે, સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે યોગ્ય છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું (mcx gold price) સસ્તું થયું છે. સતત વધારા બાદ આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં પણ ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે.

સોનાના ભાવમાં થયો છે ઘટાડો

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાની કિંમત 0.85 ટકા ઘટીને 72185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. આ સિવાય ચાંદીની કિંમત 1.45 ટકા ઘટીને 82295 રૂપિયા પ્રતિ કિલો છે.

વર્લ્ડ માર્કેટમાં સસ્તુ થયું સોનુંઃ 
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ ઘટી રહ્યા છે, જેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. COMEX પર સોનાની કિંમત $2384 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. આ સિવાય ચાંદીની કિંમત પણ 28.07 ડોલર પ્રતિ ઔંસ છે. તે જ સમયે, ઈરાન અને ઈઝરાયેલ તણાવને કારણે, સલામત રોકાણની માંગમાં વધારો થવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે.

IBJA જાહેર કરે છે સોનાની કિંમતઃ
તમને જણાવી દઈએ કે સોનાના દર IBJA અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ બંને દ્વારા જારી કરવામાં આવે છે. આ દરો વિવિધ શુદ્ધતા અનુસાર જારી કરવામાં આવે છે. સોનાની આ કિંમતોમાં ટેક્સ અને મેકિંગ ચાર્જ સામેલ નથી. આ કિંમતો પર ટેક્સ અને મેકિંગ ચાર્જ વસૂલ્યા પછી જ તમને સોનાના દાગીના બજારમાં મળે છે.

આ રીતે ચેક કરો સોનાનો બજાર ભાવઃ
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમે જે નંબર પરથી મેસેજ કરશો તે જ નંબર પર તમારો મેસેજ આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More