Home> Business
Advertisement
Prev
Next

Gold Price Today: સોનામાં જોરદાર તેજી, ભાવ 54 હજારને પાર, જાણો શું છે ચાંદીની કિંમત

Gold-Silver Price Today: આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં શરૂઆતી કારોબારમાં તેજી જોવા મળી છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. આવો જાણીએ લેટેસ્ટ રેટ્સ.

Gold Price Today: સોનામાં જોરદાર તેજી, ભાવ 54 હજારને પાર, જાણો શું છે ચાંદીની કિંમત

નવી દિલ્હીઃ Gold-Silver Price Today 5th December: લગ્નની સીઝનમાં સોનાની કિંમતમાં ઉતાર-ચઢાવ યથાવત છે. આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારની સાથે-સાથે ભારતીય બજારમાં પણ આજે સોનાની કિંમતમાં મોટો ઉછાળ જોવા મળી રહ્યો છે. ભારતીય વાયદા બજારમાં આજે સવારે બજારની શરૂઆત સોના-ચાંદીમાં તેજીની સાથે થઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.44 ટકા વધી ગયો છે. જ્યારે ચાંદીમાં પણ 0.76 ટકાની તેજી જોવા મળી છે. 

fallbacks

આજે શું છે સોના-ચાંદીનો ભાવ?
સોમવારે સવારે 9.10 કલાક સુધી મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પોતાના કાલના બંધ ભાવથી 207 રૂપિયા ઉછળી 54087 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે ચાંદી કાલના બંધ ભાવથી 504 રૂપિયા વધી 66953 રૂપિયા પર કારોબાર કરી રહી હતી. ચાંદીનો ભાવ આજે 67022 રૂપિયા પર ખુલ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે પાછલા ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ 1.59 ટકાની તેજીની સાથે બંધ થયો હતો, જ્યારે સોનામાં પણ ઘટાડો નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે શુક્રવારે એમસીએક્સ પર સોનું 0.2 ટકાના ઘટાડા સાથે 53880 રૂપિયા પર બંધ થયું હતું, જ્યારે ચાંદી પાછલા કારોબારી સત્રમાં 1041 રૂપિયા વધી 66450 રૂપિયા પર બંધ થઈ હતી. 

આ પણ વાંચોઃ સરકારે આ આ મોટી યોજનાઓનું પ્રીમિયમ કર્યું મોંઘુ! જાણો કેટલા આપવા પડશે પૈસા?

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની કિંમત
હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો બંનેની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં સોનાનો હાજર ભાવ 0.55 ટકા વધી 1,807.74 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ આજે 0.87 ટકા વધી 23.36 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે. એટલું જ નહીં ગ્લોબલ માર્કેટમાં છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં 7.38 ટકા અને ચાંદીના ભાવમાં 11.50 ટકાનો વધારો થયો છે. 

સોની બજારમાં તેજી
હવે વાત ભારતીય સોની બજારની કરીએ તો અહીં પણ પાછલા સપ્તાહે સોના અને ચાંદીના ભાવ વધ્યા હતા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પાછલા સપ્તાહ (28 નવેમ્બરથી 2 ડિસેમ્બર) ની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો ભાવ 52852 હતો, જે શુક્રવાર સુધી વધીને 53656 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો હતો. જ્યારે ચાંદીનો ભાવ 62110 રૂપિયાથી વધી 64435 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More