Home> Business
Advertisement
Prev
Next

Gujarat માં Gold ના ભાવ ઘટ્યા, મોટી સંખ્યામાં લોકો ખરીદારી કરવા સુરત પહોંચ્યા

ડાયમંડ સિટી (Diamond City) તરીકે જાણીતા રાજ્યના સુરત (Surat) શહેરમાં સોનું સસ્તું થયું છે. સોનાના ભાવમાં ઘટાડાને (Gold Prices Fall) કારણે લોકોમાં ખરીદારીનો ક્રેઝ વધ્યો છે

Gujarat માં Gold ના ભાવ ઘટ્યા, મોટી સંખ્યામાં લોકો ખરીદારી કરવા સુરત પહોંચ્યા

ઝી મીડિયા/બ્યૂરો: ડાયમંડ સિટી (Diamond City) તરીકે જાણીતા રાજ્યના સુરત (Surat) શહેરમાં સોનું સસ્તું થયું છે. સોનાના ભાવમાં ઘટાડાને (Gold Prices Fall) કારણે લોકોમાં ખરીદારીનો ક્રેઝ વધ્યો છે. એવામાં મોટી સંખ્યામાં લોકો સોનું ખરીદવા (Shopping) પહોંચી રહ્યા છે. ગ્રાહકોની ભીડ જોઈને સુરતના સોની બજારના (Surat Gold Market) એક વેપારીએ કહ્યું કે, જ્યારે કોરોના મહામારી (Corona epidemic) ફેલાવવાની શરૂ થઈ હતી ત્યારે સોનાનો ભાવ (Gold Prices) 37,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જો કે, ત્યારબાદ ભાવ વધારો થતો ગયો અને સોનાનો ભાવ 50,000 રૂપિયાને પાર કરી ગયો હતો પરંતુ હવે સોનું સસ્તું થયું છે.

fallbacks

ખરીદારી કરવા લોકોમાં ઉત્સાહ
સોની બજારના (Gold Market) એક વેપારીએ કહ્યું કે, લોકોમાં ખરીદારીનો (Shopping) ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 13 માર્ચના 22 કેરેટ સોનાનો ભાવ (Gold Prices) 44,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ 46,300 એ પહોંચી ગયો હતો. તો કેટલીક જગ્યાએ સોનું (Gold) આ કરતા પણ નીચે ગયું છે. તમને જણાવી દઇએ કે, સોનાના ભાવમાં ઘટાડો (Gold Prices Fall) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે પણ ચાલુ રહ્યો હતો.

આ પણ વાંચો:- Night Curfew અંગે ચોક્કસ સમયે નિર્ણય લેવાશે, નીતિન પટેલે કેમેરા સામે ધારણ કર્યું મૌન

સતત ઘટતા ભાવ
ઉત્તર ભારતમાં 12 માર્ચ 2021 શુક્રવારના સોનાનો ભાવ (Gold Prices) ઘટી 44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો હતો. ત્યારે એમસીએક્સ (MCX) પર સોનાના (Gold) વાયદા ભાવમાં 1.08 ટકાનો ઘટાડો આવ્યો અને સોનું 483 રૂપિયા ઘટી 44,396 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.

આ પણ વાંચો:- Ahmedabad માં Corona બેકાબૂ બનતા ટેસ્ટિંગ ડોમ પર લાગી લાંબી લાઈનો, તંત્રની ચિંતા વધી

24 કેરેટ સોનાનો ભાવ
સોનાના ભાવમાં (Gold Prices) 12 માર્ચના મોટો ફેરફાર જોવા મળ્યો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલા સોના-ચાંદીના ભાવ પર નજર કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 44,601 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો.

આ પણ વાંચો:- અમેરિકામાં પટેલ દંપતિ પર ફાયરિંગ, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર

ફેબ્રુઆરીમાં 3000 રૂપિયા સુધી ઘટ્યુ સોનું
તે જ સમયે, 23 કેરેટ શુદ્ધતાના સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 44,422 રૂપિયા સુધી પહોંચી ગયા. સપ્તાહના અંતિમ કારોબારના દિવસે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 40,855 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 33,451 રૂપિયા હતો. આ અગાઉ ફેબ્રુઆરીમાં સોનામાં 3000 રૂપિયાનો ઘટાડો થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More