Gold Rate: મંગળવારે બજેટમાં સોનાની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં ગજબનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનું ગઈ કાલે 4000 રૂપિયા કરતા વધુ સસ્તું થયું હતું અને ચાંદીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો. ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાથી ઘરેલુ વાયદા બજારમાં 4200 રૂપિયાના ભારે કડાકા બાદ સોનું 68,500 જ્યારે ચાંદી 85,000ની નીચે બંધ થઈ હતી અને વાયદા બજાર જ નહીં શરાફા બજારમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો. આજે પણ શરાફા બજારમાં પાછો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ભારતીય વાયદા બજારમાં બંને મેટલ આજે વધારા સાથે ટ્રેડ થતી જોવા મળી. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે ઓપનિંગ રેટમાં ફરીથી કડાકો જોવા મળ્યો છે. આજે ઓપનિંગ રેટમાં ભાવ 408 રૂપિયા ગગડીને 69,194 પર પહોંચી ગયા છે. કાલે શુદ્ધ સોનું 69,602 રૂપિયાના ભાવે ક્લોઝ થયું હતું. ગઈ કાલનો ઘટાડાનો માહોલ આજે પણ યથાવત છે.
જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે મામૂલી નરમાઈ જોવા મળી અને 22 રૂપિયા ઘટાડા સાથે ભાવ 84,897 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે. ચાંદી ગઈ કાલે 84,919 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
#Gold and #Silver Closing #Rates for 23/07/2024
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/r8KClnBxQk
— IBJA (@IBJA1919) July 23, 2024
કાલે જોવા મળ્યો હતો મોટો કડાકો
કાલે બજેટની જાહેરાતો બાદ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. શરાફા બજારમાં 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું કાલે બજેટ બાદ 3,007 રૂપિયા જેટલું તૂટીને 69,602 ના ભાવ પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં 2657 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 84,919 પર ક્લોઝ થયો હતો. બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ટ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ સોના અને ચાંદીના ભાવ ઊંઘા માથે પછડાયા.
બજેટમાં શું થઈ જાહેરાત
બજેટમાં અનેક ચીજો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી જેથી કરીને વસ્તુઓ સસ્તી થઈ શકે. સોના અને ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે કેટલી થશે કસ્ટમ ડ્યુટી તે પણ જાણો
વસ્તુ કસ્ટમ ડ્યુટી
સોનું 6%
ચાંદી 6%
પ્લેટિનમ 6.4%
સોના પર BCD 15% થી ઘટાડીને 6%
MCX પર ભાવ
સવારે સોનું MCX પર 320 રૂપિયાની તેજી સાથે 68,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. ગઈ કાલે સોનું 68,510 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 194 રૂપિયાની તેજી સાથે 85,113 પર જોવા મળી જે કાલે 84,919 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ચડ્યું
વિદેશી બજારોમાં સોનામાં મજબૂતી પાછી ફરી છે. ફેડરલ રિઝર્વ બેંક તરફથી આ વર્ષે રેટ કટ પર વધુ તસવીર સ્પષ્ટ થાય તેના માટે રોકાણકારો અમેરિકાના ઈકોનોમિક આંકડાની રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે સ્પોટ ગોલ્ડ 0.2 ટકા ચડીને 2,402 ડોલર પ્રતિ ઔંસ હતું. જ્યારે વાયદા ગોલ્ડ પણ 0.4 ટકા ચ ડીને 2,403 ડોલર હતું.
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે