Home> Business
Advertisement
Prev
Next

Gold Rate: આ શું....અચાનક આટલું સસ્તું થઈ ગયું સોનું? ફટાફટ ચેક કરી લો સોના-ચાંદીના ભાવ

કિંમતી ધાતુ સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં સોનાના ભાવ પછડાયા છે તો શરાફા બજારમાં સોનાના ભાવ ચડેલા જોવા મળ્યા છે.

Gold Rate: આ શું....અચાનક આટલું સસ્તું થઈ ગયું સોનું? ફટાફટ ચેક કરી લો સોના-ચાંદીના ભાવ

કિંમતી ધાતુ સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં સોનાના ભાવ પછડાયા છે તો શરાફા બજારમાં સોનાના ભાવ ચડેલા જોવા મળ્યા છે. બુધવારે MCX પર સોનું લાલ નિશાન સાથે ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે શરાફા બજારમાં સોનું ઉછળીને ક્લોઝ થયું. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરી લેજો. 

fallbacks

વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર એટલે કે MCX પર સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ એમસીએક્સ ઈન્ડિયા ડોટ કોમ પર દર્શાવેલી માહિતી મુજબ સોનાના 4 ઓક્ટોબર 2024ના વાયદા માટેનું 10 ગ્રામ ગોલ્ડ 547 રૂપિયા ઘટીને 70,152 રૂપિયાના સ્તર પર જોવા મળ્યું. તે પહેલા તે 70,699 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી 949 રૂપિયા ઘટીને 80,100 રૂપિયાના સ્તરે જોવા મળી. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું બુધવારે 349 રૂપિયા ઉછળીને 70,793 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જે મંગળવારે 70,444 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી પણ 219 રૂપિયાના વધારા સાથે બુધવારે 80,921 રૂપિયા પર ક્લોઝ થઈ હતી જે મંગળવારે 80,702 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થઈ હતી. આમ સોનાના ભાવ જોઈએ તો વાયદા બજારમાં ભાવમાં કડાકો જોવા મળ્યો છે જ્યારે શરાફા બજારમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More