છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. ગત સપ્તાહના છેલ્લા માર્કેટ ઓપનિંગ ડે દરમિયાન ચાંદીની કિંમતમાં લગભગ 3000 હજાર રૂપિયાનો વધારો થયો હતો અને સોનું પણ 1000 રૂપિયાની તેજી સાથે જોવા મળ્યું હતું. જ્યારે આજે IBJA વેબસાઈટ મુજબ નવા સપ્તાહના પહેલા દિવસે પણ ઓપનિંગ રેટમાં ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી પરંતુ ક્લોઝિંગ રેટમાં ભાવ ઘટીને બંધ થયા.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે 650 રૂપિયા ઉછળીને 73,694 રૂપિયા પર ઓપન થયું હતું. પરંતુ ક્લોઝિંગ રેટમાં સોનું 205 રૂપિયા ગગડીને 73,489 રૂપિયા પર બંધ થયું. એ જ રીતે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે સવારે 596 રૂપિયા ઉછળીને 67,504 રૂપિયા પર ઓપન થયું હતું. પરંતુ ક્લોઝિંગ સમયે 188 રૂપિયા ગગડીને 67,316 ક્લોઝ થયું. જ્યારે ચાંદીમાં આજે ક્લોઝિંગ રેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને ભાવ 2,505 રૂપિયા ઉછળીને 88,605 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. પરંતુ ક્લોઝિંગ રેટમાં 291 રૂપિયા ગગડીને ભાવ 88,314 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યો.
#Gold and #Silver Closing #Rates for 16/09/2024
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/8KOkOhz9JZ
— IBJA (@IBJA1919) September 16, 2024
#Gold and #Silver Opening #Rates for 16/09/2024
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/8GaCN5NM6h
— IBJA (@IBJA1919) September 16, 2024
ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે