Gold & Silver Price: બંને કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. લગ્નગાળા ટાણે આ પ્રકારે ભાવમાં ભડકો થવાથી લોકો ચિંતાતૂર બની ગયા. પરંતુ ગઈ કાલે ક્લોઝિંગ રેટ્સ જાહેર થયા ત્યારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા હાશકારો થયો. ચાંદી પણ સસ્તી થઈ જેણે આશા જગાડી છે કે હવે કદાચ સોના અને ચાંદીના ભાવમાં જે તેજી જોવા મળી રહી છે તેના પર કદાચ લગામ લાગી શકશે.
સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું શુક્રવારે સવારે (19 એપ્રિલ) જ્યારે ઓપનિંગ રેટ્સ જાહેર થયા ત્યારે 119 રૂપિયાના વધારા સાથે 73596 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા પરંતુ સાંજે જ્યારે ક્લોઝિંગ રેટ્સ જાહેર કરવામાં આવ્યા ત્યારે સોનાનો ભાવ 192 રૂપિયા તૂટીને 73404 રૂપિયાની સપાટીએ પહોંચ્યો. 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં પણ એ જ રીતે 176 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
ચાંદીનો ભાવ
એ જ પ્રકારે જો ચાંદીનો ભાવ જોઈએ તો ચાંદીમાં પણ શુક્રવારે ઓપનિંગ રેટમાં 214 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો અને ભાવ 83113 રૂપિયા પર પહોંચ્યો હતો. ચાંદીમાં તો ક્લોઝિંગ રેટ્સમાં પણ કડાકો જોવા મળ્યો અને 260 રૂપિયા પ્રતિ કિલો ભાવ ઘટીને 82853 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળ્યો. એસોસિએશન દ્વારા જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર કરવામાં આવતા નથી. આજે શનિવાર છે એટલે નવા રેટ જાહેર થયા નથી.
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે