Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: ઉતાવળ કરજો! ધનતેરસ પહેલા ઘટ્યા સોનાના ભાવ, લેવાની સોનેરી તક, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

Dhanteras Gold Price 2024: ભારતમાં તહેવારો અને લગ્નોની સીઝન આવી ચૂકી છે. ધનતેરસ, દિવાળી, અને ભાઈબીજ આવતાની સાથે સોના અને ચાંદીની ડિમાન્ડ વધે છે. ડિમાન્ડ વધે એટલે ભાવ પણ ઊંચા જાય. ગત અઠવાડિયે સોના અને ચાંદીની વાયદા બજાર અને શરાફા બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ હવે ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Gold Rate Today: ઉતાવળ કરજો! ધનતેરસ પહેલા ઘટ્યા સોનાના ભાવ, લેવાની સોનેરી તક, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

Dhanteras Gold Price 2024: ભારતમાં તહેવારો અને લગ્નોની સીઝન આવી ચૂકી છે. ધનતેરસ, દિવાળી, અને ભાઈબીજ આવતાની સાથે સોના અને ચાંદીની ડિમાન્ડ વધે છે. ડિમાન્ડ વધે એટલે ભાવ પણ ઊંચા જાય. ગત અઠવાડિયે સોના અને ચાંદીની વાયદા બજાર અને શરાફા બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી. પરંતુ ત્યારબાદ હવે ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. શરાફા બજારમાં શુક્રવારે કડાકા સાથે ભાવ બંધ થયા હતા આજે પણ ભાવ ઘટેલો જોવા મળ્યો છે. આ સાથે સોમવારે વાયદા બજારમાં પણ ભાવ તૂટ્યા છે. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ....

fallbacks

વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર સોનું આજે 317 રૂપિયાના કડાકા સાથે 78,215  રૂપિયા પર જોવા મળ્યું. શુક્રવારે તે 78,532 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદી આ દરમિયાન 930 રૂપિયાના કડાકા સાથે 96,204 રૂપિયા પર જોવા મળી જે ગત કારોબારી સેશનમાં 97,134 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

શરાફા બજારમાં ભાવ
દેશના પ્રમુખ શહેરોમાં સોનાના ભાવ જોઈએ તો ધનતેરસ પહેલા 200 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, જયપુર, અમદાવાદ સહિત શહેરોમાં ભાવ ઘટેલા જોવા મળ્યા છે. 24 કેરેટ સોનાનો ભાવ 80,300 (જીએસટી સાથે) રૂપિયાની આસપાસ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી 97,900 રૂપિયા પર છે. જાણો પ્રમુખ શહેરોમાં સોનાના ભાવ...

દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, લખનઉ, જયપુરમાં ભાવ
24 કેરેટ સોનાનો ભાવ 80,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73,740 રૂપિયા પ્રતિ 20 ગ્રામ છે. 

પટણા અને અમદાવાદમાં ભાવ
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 80,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે. 

ભુવનેશ્વર, કોલકાતામાં ગોલ્ડ રેટ
આ શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 80,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

મુંબઈમાં ભાવ
મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 80,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

ચેન્નાઈમાં આજનો ભાવ
મેટ્રો સિટી ચેન્નાઈમાં આજે ભાવ 80,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 73,590 રૂપિયા આસપાસ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More