Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: Good News! સોનાના ભાવ ઘટ્યા, જો ખરીદવાનું વિચારતા હોવ તો જલદીથી લેટેસ્ટ રેટ ચેક કરી લો

Latest Gold Rate: સોનામાં સતત તેજી જોવા મળી રહી હતી જો કે આજે શરાફા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ ચાંદીની ચમક વધી છે. લેવાનું વિચારતા હોવ તો ફટાફટ સોનાનો લેટેસ્ટ  રેટ ખાસ જાણો. 

Gold Rate Today: Good News! સોનાના ભાવ ઘટ્યા, જો ખરીદવાનું વિચારતા હોવ તો જલદીથી લેટેસ્ટ રેટ ચેક કરી લો

કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. સોનામાં હાલમાં ભારે તેજી જોવા મળી છે. ભાવ સતત રેકોર્ડ હાઈ પર બનેલા છે. RBI Monetary Policy આવતા પહેલા બુલિયન્સના ભાવોમાં તેજી જોવા મળી. સોનું સતત ચડી રહ્યું છે. સિલ્વરમાં આજે તેજી જોવા મળી. જો કે આ અગાઉ ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 10 ડોલર તૂટીને 2880 ડોલર નજીક પહોંચી ગયું હતું. જ્યારે ચાંદી 33 ડોલર નીચે સપાટ હતી. જ્યારે ગુરુવારે ઘરેલુ બજારમાં પણ સોનું 100 રૂપિયા તૂટીને 84500 જ્યારે ચાંદી 400 રૂપિયા ગગડીને 95500 પર બંધ થઈ હતી. શુક્રવારે વાયદા બજારમાં તેજી પરંતુ શરાફા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું પ્લાનિંગ કરતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

fallbacks

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 91 રૂપિયા તૂટીને 84522 રૂપિયાના સ્તરે પહોંચ્યું. જે કાલે પણ થોડા ઘટાડા સાથે 84613 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીમાં ચમક વધતા આજે 380 રૂપિયા ઉછળીને 95142 રૂપિયાના સ્તરે પહોંચી જે કાલે ઘટાડા સાથે 94762 રૂપિયાના સ્તર પર જોવા મળી હતી. 

રિટેલ ભાવ પર ફેરવો નજર

વાયદા બજારમાં ભાવ
MCX પર ગોલ્ડ ફ્યૂચર્સ 226 રૂપિયાની તેજી સાથે 84,670 રૂપિયા પ્રતિ 10  ગ્રામ પર જોવા મળ્યું. જે કાલે 84,444 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 278 અંકોની તેજી સાથે 95,866 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. જે કાલે 95,588 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More