Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: સોનાના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Rate In Ahmedabad: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે સોના અને ચાંદીમાં પણ ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. રિટેલ બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

Gold Rate Today: સોનાના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

સોનાના ભાવમાં જબરદસ્ત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. એક લાખનું લેવલ ટચ કર્યા બાદ સોનું નીચે આવ્યું છે. ગુરુવારે ફરીથી સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘરેલુ વાયદા બજાર પર આજે સોનું હળવી તેજી સાથે ખુલ્યું. પરંતુ પછી તેમાં કડાકો જોવા મળ્યો. જ્યારે શરાફા બજારમાં પણ સોનું ગગડી ગયું છે. ગઈ કાલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું લગભગ 40 ડોલર ગગડીને 3400ની નીચે તો ચાંદી પણ 2 ટકા તૂટીને 33 ડોલરની નીચે ગગડી હતી. કાલે રાતે ઘરેલુ બજારમાં સોનું 450 રૂપિયા ગગડીને 97,100 ની નીચે તો ચાંદી 1100 રૂપિયા તૂટીને 95,700 નજીક બંધ થઈ હતી. સોના અને ચાંદીના વાયદા બજાર અને શરાફા બજારમાં લેટેસ્ટ રેટ ખાસ જાણો. 

fallbacks

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 1,402 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 96,024 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે સાંજે 97,426 પર ક્લોઝ થયો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં 1,174 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 94,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે જ્યારે કાલે સાંજે ભાવ 95,774 પર ક્લોઝ થયો હતો. 

રિટેલ બજારના ભાવ પર ફેરવો નજર

વાયદા બજારમા ભાવ
આજે સવારે MCX પર ટ્રેડ જોઈએ તો ગોલ્ડ ફ્યૂચર્સ સવારે 10 વાગ્યાની આસપાસ  167 રૂપિયાના ઘટાડા સાથે 96,923 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. કાલે તે 97,090 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે ચાંદી આ દરમિયાન 387 રૂપિયાની તેજી સાથે 96,120 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ચાલી રહી હતી. ચાંદી કાલે 95,733 રૂપિયા પર બંધ થઈ હતી. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More